પ્રતીક ગાંધી અભિનિત ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મ ૪ નવેમ્બરે સિનેમાઘરોમાં રજૂ થશે. પ્રતીક ગાંધી સાથે ફિલ્મમાં દિક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં છે. દિક્ષા ફિલ્મમાં પ્રતીકની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવી રહી છે.જિયો સ્ટુડિયોઝની મલ્ટિસ્ટારર ‘વ્હાલમ જાઓને’ફેમિલી-કોમેડી છે.
જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયોઝ અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘વ્હાલમ જાઓને’માં ટીકુ તલસાણિયા, સંજય ગોરાડિયા, કેવિન ડેવી, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ પણ અભિનય કરતા જોવા મળશે. હાર્દિક ગજ્જર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું સંગીત સફળ સંગીતકાર જોડી સચિન-જીગર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જેમણે હિન્દી અને ગુજરાતી સિનેમા માટે બહુવિધ હિટ ગીતો કંપોઝ કર્યા છે. યુટ્યુબ પર જિયો સ્ટુડિયોઝની સત્તાવાર ચેનલ પર ફિલ્મનું ટ્રેલર જોવા મળશે.
પૂનમ શ્રોફ અને પાર્થ ગજ્જર દ્વારા નિર્મિત આ ફિલ્મની વાર્તા રાહુલ પટેલ દ્વારા લખવામાં આવી છે. ‘વ્હાલમ જાઓને’ એક સંપૂર્ણ કૌટુંબિક મનોરંજન છે. ફિલ્મ ‘વ્હાલમ જાઓને’ કોમેડીનું મિશ્રણ ધરાવતું એક સંપૂર્ણ રોમેન્ટિક ડ્રામા છે, જે પ્રેક્ષકોને જકડી રાખશે. આ ફિલ્મ નવા વર્ષમાં એટલે કે 4 નવેમ્બરનાં રોજ થિયેટરમાં રજૂ થશે.
