Salaar Teaser: સુપરસ્ટાર પ્રભાસ હાલ પોતાની આગામી રિલીઝ ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશનમાં વ્યસ્ત જોના મળી રહ્યો છે. રામાયણ પર આધારિત આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે જેણે ફેન્સ દ્વારા સારો રિસ્પોન્સ મળ્યો છે ત્યારે હવે પ્રભાસના ફેન્સ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે અને તે અભિનેતાની આગામી ફિલ્મ સાલાર સાથે જોડાયેલા છે.
ફિલ્મ સાલારની જાહેરાતથી જ વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, સાલારના મેકર્સે ફિલ્મનું ટીઝર આદિપુરુષની સાથે રિલીઝ કરી શકે છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. ફિલ્મ સાલારનું નિર્દેશન 'KGF' ફેમ પ્રશાંત નીલ કરી રહ્યો છે જ્યારે આ ફિલ્મના નિર્માતા વિજય કિરગંદુર છે.
પ્રશાંત નીલ નિર્દેશિત ફિલ્મ સાલાર 28 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને મલયાલમમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રભાસની સિવાય પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. માહિતી મળી રહી છે કે, આ ફિલ્મમાં 'KGF' ફેમ યશ પણ કેમિયો કરી શકે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો