Pathaan VS Tiger: ફિલ્મ પઠાણમાં સલમાન ખાને કરેલા કેમિયો પછીથી ફેન્સ ટાઈગર અને પઠાણ બંનેને એકસાથે સંપૂર્ણ ફિલ્મમાં જોવા માટે ઘણા એક્સાઈટેડ છે. સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઈગર 3 માં શાહરૂખ ખાન પઠાણના રોલમાં કેમિયો કરવાનો છે. ત્યારે આ બંનેની ફિલ્મ 'ટાઈગર વર્સીસ પઠાણ'ને એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મમાં કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળી શકે છે.
બોલિવૂડ હંગામાના એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, 'ફિલ્મ ટાઈગર વર્સીસ પઠાણની શૂટિંગ આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. નિર્માતા આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ શાહરૂખ ખાન અને સલમાન ખાનની આ ફિલ્મ જોયા (કેટરિના કૈફ) અને રુબિના (દીપિકા પાદુકોણ) પણ પોતાના પાકિસ્તાની ISI એજન્ટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરશે.'
અગાઉ, આ ફિલ્મને લઈને માહિતી મળી હતી કે, ફિલ્મમાં હોલિવૂડ સ્ટાર જેસન મોમોઆ વિલન તરીકે જોવા મળી શકે છે. જેસન મોમોઆ 'ગેમ ઓફ થ્રોન્સ' અને 'એક્વામેન' માટે જાણીતો છે. આ ફિલ્મનું કુલ બજેટ 300 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યશ રાજ ફિલ્મ્સના સ્પાય યૂનિવર્સની આગામી ફિલ્મો 'ટાઈગર 3', 'વોર 2' અને 'ટાઈગર વર્સીસ પઠાણ' છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો