Pakistani Reaction: ફિલ્મ ધુરંધરને કારણે પાકિસ્તાની ગેંગસ્ટર રહેમાન ડકૈતનું નામ ઘર-ઘરમાં જાણીતું બન્યું છે. ફિલ્મમાં રહેમાન ડકૈતની ભૂમિકા અભિનેતા અક્ષય ખન્નાએ ભજવી છે. આ પાત્રને ભજવીને અક્ષયની ભારે પ્રશંસા પણ થઈ છે.
ત્યારે હવે રહેમાન ડકૈતનો રિયલ લાઈફનો ખાસ મિત્રએ રણવીર સિંહ સ્ટાર ધુરંધરના ગુણગાન ગાયા છે અને બોલિવૂડના ભરપૂર વખાણ કર્યા છે. ચાલો જાણીએ કે તેનું શું કહેવું છે.
રહેમાન ડકૈતના મિત્રને ધુરંધર ગમી
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો છે , જેમાં રહેમાન ડકૈતનો મિત્ર હબીબ જાન બલોચ ફિલ્મમાં જોવા મળી રહ્યો છે. તે ધુરંધરની પ્રશંસા કરતા જોવા મળ્યો. હબીબ એક પ્રેક્ટિસિંગ વકીલ અને બલૂચ રાષ્ટ્રવાદી છે. તેમણે તેના મિત્ર રહેમાન ડકૈત સાથે લાંબો સમય વિતાવ્યો હતો અને હવે તેઓ ધુરંધર ફિલ્મમાં તેના મિત્રની વાર્તા દર્શાવવામાં આવી છે તે જોઈને ખુશ છે.
હબીબે કહ્યું- હું ફિલ્મના પાત્રો વિશે વધુ કંઈ કહીશ નહીં. પણ મને તે ખરેખર ગમ્યું, અને તેથી જ મેં તે બે વાર જોઈ છે. હું ભારતીય ફિલ્મ ઉદ્યોગનો આભાર માનવા માંગુ છું. બોલિવૂડએ તે હાંસલ કર્યું છે જે પાકિસ્તાન કરી શક્યું નથી. હું આ માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. જોકે , વાસ્તવિક જીવનમાં તે ખલનાયક નહીં પરંતુ લ્યારીનો હીરો હતો. પાકિસ્તાન હંમેશા તેનો ઋણી રહેશે. જો રહેમાન ડકૈત અને ઉઝૈર બલોચ ન હોત તો પાકિસ્તાન આજે બાંગ્લાદેશ જેવું હોત.

આમ, રહેમાન ડકૈતના નજીકના મિત્ર હબીબ જાન બલોચે ધુરંધરની પ્રશંસા કરી છે. ફિલ્મની વાર્તા 2000ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાનના કરાચીના લ્યારી ટાઉનમાં ગેંગ વોર અને રાજકીય ઉથલપાથલની આસપાસ ફરે છે.
બોક્સ ઓફિસ પર ધુરંધરનો દબદબો
ફિલ્મ ધુરંધરની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રિલીઝ થયાના 24 દિવસમાં જ તે ભારતીય સિનેમા ઇતિહાસમાં બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ. ફિલ્મનું નેટ કલેક્શન 730 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું. આ પહેલા કોઈ પણ હિન્દી ફિલ્મ 700 કરોડના આંકને વટાવી શકી નથી.
