એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની ગણતરી દેશના સૌથી પ્રતિભાશાળી એક્ટરમાં થાય છે. એક્ટર ઘણીવાર તેની રીલ અને રિઅલ લાઇફની ચર્ચામાં રહે છે. જોકે, એક્ટરની અપકમિંગ ફિલ્મ ટીકૂ વેડ્સ શેરુ ટ્રોલ થઈ રહી છે. ફિલ્મમાં 49 વર્ષના નવાઝ અને 21 વર્ષની અવનીત કૌર વચ્ચે રોમાન્સના સિન બતાવવામાં આવ્યા છે.
ફિલ્મના ટ્રેલરમાં બંનેના રોમાંટિક સીનને બતાવતા લોકો સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતાં. પોતાના કરતાં અડધાથી વધુ મોટા એક્ટર સાથે રોમાન્સ કરવા બાબતે સહમત થવા બદલ એક્ટ્રેસ ટ્રોલ થઈ રહી છે.
એક મીડિયા સંસ્થા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ''રોમાન્સની કોઈ ઉંમર હોતી નથી. આજે શાહરુખ ખાને રોમાંટિક રોલ પ્લે કરવાનું ચાલુ રાખે છે. આજકાલ દરેક વસ્તુ વોટ્સએપ પર હોય છે. ભલે તે પ્રેમ હોય અથવા બ્રેકઅપ. આની પાછળ કારણ છે. રોમાન્સમાં જીવી ચૂકેલા લોકો રોમાન્સ કરી શકે છે''
કાસ્ટિંગના નિર્ણય વિશે જણાવતા કંગના રણોત, જે ફિલ્મની પ્રોડ્યુસર છે તેને પુષ્ટી કરી કે ફિલ્મ મૂળ રીતે તેના અને દિવંગત ઇરફાન ખાન સાથે બનાવવામાં આવી હતી અને તેનું નામ ડિઝાઇન લવર્સ હતાં. મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રેલર લોન્ચ ઇન્વેન્ટમાં તેના હવાલાથી કહ્યું કે, અમે મીડિયાને આમંત્રિત કર્યું હતું અને એક આ મોટી ઇવેન્ટ હતી. તે સમયે આ ફિલ્મનું નામ ડિવાઇન લવર્સ હતું. દુર્ભાગ્યથી આ પછી મારા નિર્દેશક બીમાર પડી ગયા અને પછી અમે આગામી બે ત્રણ વર્ષ સુધી તેને બનાવવાનો પ્રયત્ન કર્યો પણ તેને ક્યારેય સફળ ના થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ટિકૂ વેડ્સ શેરુ 23 જૂન 2023ને પ્રાઇમ વીડિયો પર રિલીઝ હશે. અવનીત કૌર. જેને ઘણાં ટેલીવિઝન શોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.
