Nana Patekar Death News: બોલિવુડના જાણીતા અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટ આવતાં દુ:ખદ નિધન થતાં સિને જગતમાં શોકની લહેર ફરી વળી છે. ક્રાંતિવીર, તિરંગા, વેલકમ, અબ તક છપ્પન જેવી યાદગાર બોલિવુડ ફિલ્મોમાં પોતાની પ્રતિભાની અનોખી છાપ છોડનારા અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે સોશિયલ મીડિયા પર તેમના મોત પર નેતાઓ અને અભિનેતાઓ શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે એરલિફ્ટ મુવીની જાણીતી એક્ટ્રેસ નિમ્રત કૌરે નાનાના મોત પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. બોલિવુડ અભિનેતા અક્ષયકુમારે પણ નાના મોત પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
બોલિવુડ સેલિબ્રિટીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
ખતરો કે ખિલાડી અક્ષયકુમારે પણ નાના પાટેકરના મોત પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે પોતાના X હેન્ડલ પર લખ્યું છે કે, નાનાજીના અવસાનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. તેઓ એવા વિરલ કલાકારોમાંથી એક હતા જેમને તમારું ધ્યાન ખેંચવા માટે ક્યારેય વધુ પડતો પ્રયાસ નહોતો કરવો પડતો. એ અવાજ, એ તીવ્રતા અને દરેક પ્રદર્શનમાં એ નિષ્ઠા… તેઓ પોતાની રીતે જ અનોખા હતા. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આપણને 'વેલકમ' અને તાજેતરમાં 'હાઉસફુલ 5' માં સાથે કામ કરવાનો મોકો મળ્યો.
બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે પણ નાના પાટેકરના મોત પર સોશિયલ મીડિયા હેન્ડલ X પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
આ પણ વાંચો
નિમ્રત કોરે પાઠવી નાનાને શ્રદ્ધાંજલિ
જાણીતી અભિનેત્રી નિમ્રત કૌરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર નાના પાટેકરના મોત પર શોકની લાગણી વ્યક્ત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, તમારી ઉત્કૃષ્ટ સિનેમેટિક વિરાસત માટે આભાર. પરિવાર અને સ્વજનો પ્રત્યે ઊંડી સંવેદના. ઈશ્વર આપના આત્માને શાંતિ અર્પે , નાના પાટેકર સર...

જાણીતા ભારતીય સ્ક્રીનરાઇટર, અભિનેતા અને ફિલ્મ ડિરેક્ટર અનંત મહાદેવને પણ નાના પાટેકરની મોત પર શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે 'ખિલાડી', 'બાદશાહ', 'ઇશ્ક', 'યસ બોસ', 'કુછ કુછ હોતા હૈ' અને 'અજનબી' જેવી ઘણી સફળ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. હાલ બોલિવુડ અને મરાઠી ફિલ્મ જગતમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
