Naagin 7 Promo: દુશ્મનોને ખતમ કરવા આવી રહી છે નાગિન, ખતરનાક પ્રોમો રિલીઝ, પ્રિયંકા ચાહર ચૌધરી સાથે જોવા મળશે કરણ કુન્દ્રા

'નાગિન 7' નો નવો પ્રોમો હવે સામે આવ્યો છે. આ પ્રોમોમાં પ્રિયંકા ચાહર ચૌધરી, ઈશા સિંહ અને કરણ કુંદ્રા જેવા સ્ટાર્સ નજરે પડવાના છે. જાણો ક્યારથી શો શરુ થશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 27 Nov 2025 09:22 AM (IST)Updated: Thu, 27 Nov 2025 09:22 AM (IST)
naagin-7-release-date-out-new-promo-featuring-priyanka-chahar-chaudhary-karan-kundra-eisha-singh

Naagin 7 Release Date: એકતા કપૂરનો સૌથી વધુ રાહ જોવાતો શો 'નાગિન 7' ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. 'નાગિન 7' નો નવો પ્રોમો હવે સામે આવ્યો છે. આ પ્રોમોમાં પ્રિયંકા ચાહર ચૌધરી, ઈશા સિંહ અને કરણ કુંદ્રા જેવા સ્ટાર્સ નજરે પડવાના છે. જાણો ક્યારથી શો શરુ થશે.

પ્રિયંકાનો નાગિન અવતાર
પ્રોમોની શરૂઆત કરણ કુંદ્રાના સંવાદથી થાય છે જેમાં તેઓ કહે છે કે તબાહી કી શુરૂઆત હો ચુકી હૈ. આ પછી ઈશા સિંહ અને પ્રિયંકા ચાહર ચૌધરી નાગ મંદિરની બહાર ઊભા હોય છે. ઈશા પ્રિયંકાને કહે છે કે આ નાગ મંદિર છે અને કહેવાય છે કે અહીં ઈચ્છાધારી નાગ અને નાગિન મળે છે.

પ્રોમોમાં પ્રિયંકા ચહર ચૌધરી લાંબા વાળ અને બહાર નીકળેલા દાંતવાળી એક માસૂમ છોકરી તરીકે બતાવવામાં આવી છે . એક અજાણ્યો અવાજ તેને વારંવાર પોતાની તરફ ખેંચે છે. આના પછી પ્રિયંકાને નાગિન બનતા બતાવવામાં આવે છે. પ્રિયંકા ચાહર ચૌધરી નાગિનના અવતારમાં દુશ્મનોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વખતે શોમાં ડ્રેગન પણ નજર આવશે.

શોની રિલીઝ તારીખ અને સમય
મેકર્સે શોની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ શો 27 ડિસેમ્બરથી શરૂ થશે. 'નાગિન 7' શનિવાર અને રવિવારના રોજ રાત્રે 8 વાગ્યે કલર્સ ચેનલ પર ઓનએર કરવામાં આવશે.

નાગિન સિરીઝનો લાંબો ઇતિહાસ
જાણીતું છે કે 'નાગિન' સિરીઝ એકતા કપૂરની ઘણી લોકપ્રિય સિરીઝ રહી છે. શોના અત્યાર સુધીમાં 6 સીઝન આવી ચૂક્યા છે અને હવે સાતમી સીઝન શરૂ થવા જઈ રહી છે. આ શોને લઈને મોટા સ્તર પર આયોજન કરવામાં આવ્યું છે. એકતા કપૂરે નાગિનના રોલમાં પ્રિયંકાને પહેલાથી જ રજૂ કરી દીધી હતી.