Mrunal Thakur Yashasvi Jaiswal Dating: બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ અને મૃણાલ ઠાકુર એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ ઝડપથી વાયરલ થઈ હતી. મુંબઈની એક રેસ્ટોરન્ટ બહાર બંને સાથે સ્પોટ થયા હોવાના અહેવાલો બાદ ઉંમરમાં લગભગ 10 વર્ષના તફાવતને લઈને જાતજાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે, પોતાના મનની વાત સ્પષ્ટપણે રજૂ કરવા માટે જાણીતી મૃણાલ ઠાકુરે આ અફવાઓ પર મૌન તોડીને ટિપ્પણી કરી હતી.
સોશિયલ મીડિયા પર ફેન્સને આપ્યો કડક જવાબ
ઇન્સ્ટાગ્રામ પર આ ડેટિંગના દાવાઓ કરતી એક વિડીયો પોસ્ટ પર ટિપ્પણી કરતાં મૃણાલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે, "ભાઈ, થોડી શાંતિ રાખો... મને પણ બતાવો કે અમે ક્યાં સાથે જોવા મળ્યા હતા? સીરિયસલી? તમે લોકો ભણેલા-ગણેલા છો, છતાં આવી અફવાઓને સત્ય માની લો છો. દેશમાં અત્યારે બીજા ઘણા મહત્વના મુદ્દાઓ બની રહ્યા છે. 'Gen Z' પાસેથી કંઈક શીખો અને દેશના સંબંધિત વિષયો પર વિડીયો બનાવો, તમને વધુ વ્યુઝ મળશે."
જોકે, આ બાબતે ભારે ચર્ચા જાગ્યા બાદ મૃણાલે આ કમેન્ટ ડિલીટ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મૃણાલનું નામ તમિલ સુપરસ્ટાર ધનુષ સાથે જોડાયું હતું અને ફેબ્રુઆરીમાં બંને લગ્ન કરવાના હોવાની અફવાઓ ઉડી હતી.
મૃણાલ ઠાકુરનું બોક્સ ઓફિસ પ્રદર્શન અને આગામી પ્રોજેક્ટ
તાજેતરના સમયમાં મૃણાલ ઠાકુરની બોક્સ ઓફિસ સફર ખાસ સફળ રહી નથી. તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મો જેવી કે હૈ જવાની તો ઈશ્ક હોના હૈ, ડાકૂ, દો દીવાને શહેર મેં, અને સન ઓફ સરદાર 2 કમાણીની દ્રષ્ટિએ ખાસ કમાલ કરી શકી નથી.
પરંતુ, આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો મૃણાલ બહુ જલ્દી દક્ષિણ ભારતીય સિનેમાના આઈકોનિક સ્ટાર અલ્લુ અર્જુન સાથે મોટા પડદા પર જોવા મળશે. તે અલ્લુ અર્જુનની આગામી બહુભાષી ફિલ્મ રાકા (Raka) માં મુખ્ય ભૂમિકા ભજવતી નજરે પડશે, જેને લઈને તેના ચાહકોમાં ભારે ઉત્સુકતા છે.
