Monalisa Bhosle: કુંભની 'વાયરલ ગર્લ' મોનાલિસાએ કર્યા પ્રેમલગ્ન: જાણો કેવી રીતે શરૂ થઈ તેમની રિયલ લવસ્ટોરી

Monalisa Bhosle Love Story: કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલ જીતનાર 'વાયરલ ગર્લ' મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

By: Jagran GujaratiPublish Date: Thu, 12 Mar 2026 11:59 AM (IST)Updated: Thu, 12 Mar 2026 11:59 AM (IST)
monalisa-bhosle-marries-farman-khan-in-kerala-temple-mahakumbh-viral-girls-love-story

Monalisa Bhosle Love Story: કુંભ મેળા દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલ જીતનાર 'વાયરલ ગર્લ' મોનાલિસા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેના ચર્ચામાં રહેવાનું કારણ તેના લગ્ન છે. મોનાલિસાએ અન્ય ધર્મના તેના બોયફ્રેન્ડ ફરમાન સાથે લગ્ન કરી લીધા છે અને પોતાની પ્રેમ કહાની વિશે મીડિયા સમક્ષ અનેક ખુલાસા કર્યા છે.

ફિલ્મના સેટ પર થઈ હતી મુલાકાત

મોનાલિસા અને તેના પતિ ફરમાન બંને અભિનયના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. એક ફિલ્મના કાસ્ટિંગ દરમિયાન બંનેની પહેલી મુલાકાત થઈ હતી અને ત્યાંથી જ તેમની વાતચીતનો સિલસિલો શરૂ થયો હતો. મોનાલિસાના પતિએ જણાવ્યું કે, મોનાલિસાએ જ તેમને પહેલા પ્રપોઝ કર્યું હતું. શરૂઆતમાં તેમણે ના પાડી હતી, પરંતુ બાદમાં બંને વચ્ચે ગાઢ પ્રેમ થયો અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

naidunia_image

પરિવાર પર મોનાલિસાનો આક્ષેપ

મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ પરિવાર પર આક્ષેપ કર્યો હતો કે પરિવાર તેના લગ્ન કોઈ અન્ય જગ્યાએ કરવાની તૈયારીમાં હતો. મોનાલિસાને વાત પસંદ ન હતી. તેથી તે ભાગીને કેરેલા જતી રહી હતી.

naidunia_image

6 મહિનાનો પ્રેમ 60 વર્ષ બરાબર

પોતાના સંબંધો વિશે વાત કરતા આ કપલે જણાવ્યું કે, તેઓ માત્ર 6 મહિનાથી એકબીજાના પ્રેમમાં છે, પરંતુ આ 6 મહિનાનો સમય તેમના માટે 60 વર્ષ જેવો અત્યંત ગહન રહ્યો. ફરમાન જણાવ્યું હતું કે કેરેલા અમને ખુબ ગમી ગયું છે અને અમે અહીં જ સ્થાઈ થવાનો પ્રયાસ કરીશું. અહીં લોકો અમને ખુબ ગમી ગયા છે.

મોનાલિસાના લગ્નનો વીડિયો વાઈરલ થયો છે...