Samandar Teaser: છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારી એવી ફિલ્મો બની રહી છે. ત્યારે આજે વધુ એક ગુજરાતી ફિલ્મ 'સમંદર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિનેતા મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેરની ગુજરાતી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ 'સમંદર'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટીઝર દર્શકોને સાઉથની સફળ ફિલ્મ 'KGF' ની યાદ અપાવશે. જુઓ વીડિયો.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું કે, વિશાલ વાડા વાલા દ્વારા નિર્દેશિત ફિલ્મ સમંદરની જાહેરાતનું ટીઝર રિલીઝ… મળો ઉદય તરીકે મયુર ચૌહાણ અને સલમાન તરીકે જગજીતસિંહ વાઢેર… બે મિત્રો અને તેમના તોફાની જીવનની કહાની. આ ફિલ્મની કહાની-પટકથા સ્વપ્નિલ મહેતાએ લખી છે. ફિલ્મના પ્રોડક્શન હેડ ભાર્ગવ સોલંકી છે. KP અને UD મોશન પિક્ચર્સ પ્રેઝેટેશન. ફિલ્મના પ્રોડ્યસર કલ્પેશ પલણ અને ઉદયરાજ શેખવા છે. જુઓ વીડિયો.
‘SAMANDAR’ ANNOUNCEMENT TEASER UNVEILS… Meet #MayurChauhan as #Uday and #JagjeetsinhVadher as #Salman… The story of two friends and their stormy lives.
— taran adarsh (@taran_adarsh) August 30, 2023
Announcement teaser of #Gujarati film #Samandar unveils [with #English subtitles]… Directed by #VishalVadaVala.… pic.twitter.com/VYQOAm8P6i
અભિનેતા મયુર ચૌહાણે પણ પોતાના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. મયુર ચૌહાણે લખ્યું કે, 'દરિયાનેય ડાઘ લાગે એવાં જેનાં ઊંડાણ, સૂરજનેય ટેકો આપે એવાં એનાં મંડાણ, મોજાય ઘુઘવાટા કરે જોઈ હાથમાં સુકાન, એવા આ સમંદરના ઉદય અને સલમાન. #BhartiAveChe. આગામી ગુજરાતી ફિલ્મ 'સમંદર'ની સત્તાવાર જાહેરાતનું ટીઝર રજૂ કરી રહ્યાં છીએ.'
વિશાલ વાડા વાલા નિર્દેશિત ફિલ્મ 'સમંદર'માં મયુર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર, ચેતન ધાનાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થવાની છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.