Mahakumbh Viral Girl: મોનાસિલાના પહેલા મ્યુઝીક વીડિયોનું નામ 'સાદગી' છે. આ ગીત પણ લોકોને ખૂબ જ ગમી રહ્યું છે. 14 જૂને રિલીઝ થયેલા આ ગીતમાં મોનાલિસાની સાથે ઉત્કર્ષસિંહ જોવા મળી રહ્યો છે. જ્યારથી આ ગીત રિલીઝ થયું છે, ફેન્સનો ઉત્સાહ ચરમ પર જોવા મળી રહ્યો છે. હાલના દિવસોમાં મોનાલિસા પોતાના મ્યૂઝીક વીડિયોનું પ્રમોશન કરી રહી છે, ત્યારે તેઓ એક ઈન્ટર્વ્યૂમાં પોતાની અર્નિંગને લઈને પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યો છે.
હકીકતમાં મોનાલિસાએ ઈન્સ્ટન્ટ બૉલિવુડ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તે કેટલા રૂપિયા કમાઈ રહી છે. જ્યારે મોનાલિસાને પૂછવામાં આવ્યું કે, લોકોનું કહેવું છે કે, તમે અત્યારે લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે, તો તમને કેટલી કમાણી થઈ રહી છે? આ પ્રશ્નના જવાબમાં મોનાલિસાએ જણાવ્યું કે, બાબા મહાકાલ અને ગંગા મૈયાની કૃપાથી થોડા ઘણા રૂપિયા આવી રહ્યાં છે. જો લોકોની વાત સાચી પડી જાય, તો કરોડો-અબજો રૂપિયા આવી જાય, તો પણ સારું જ છે.
તાજેતરમાં જ મોનાલિસાનો એક અન્ય વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે કહી રહી છે કે, તે મુંબઈમાં પોતાનું ઘર બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જ્યારે મોનાલિસાને પૂછવામાં આવ્યું કે, તમને મુંબઈ કેવું લાગ્યું અને શું તમારે અહીં રહેવાની ઈચ્છા છે અને તમે મુંબઈમાં પોતાનું ઘર લેવાનું વિચારી રહ્યાં છો?
આ પ્રશ્નનો જવાબ આપતા મોનાલિસાએ જણાવ્યું કે, હા મુંબઈ તો ઘણું ગમ્યું અને અહીના લોકો પણ ખૂબ જ સારા છે. મને પણ થાય છે કે, હું અહીં જ રહી જાઉ. અત્યારે હું પૈસા ભેગા કરી રહી છું, જેથી એક ઘર ખરીદી શકું. વધુમાં મોનાલિસાએ મુંબઈમાં જ રહેવાનો વિચાર વ્યક્ત કર્યો છે.
જણાવી દઈએ કે, ગઈકાલે જ મોનાલિસાનું લેટેસ્ટ ગીત 'સાદગી' રિલીઝ થઈ ચૂક્યું છે. જેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જે લોકોએ હજુ સુધી ગીતને જોયુ કે સાંભળ્યું ના હોય, તેઓ ઉત્કર્ષ સિંહના નામે બનેલી યુ-ટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકે છે. આ 'સાદગી' ગીતમાં મોનાલિસા પહેલાની જેમ જ સુંદર લાગી રહી છે. ગીત જોયા બાદ ફેન્સ મોનાલિસાના દરેક અંદાજ પર ફિદા થઈ રહ્યા છે.
'સાદગી' રિલીઝ થવાની સાથે જ વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ પણ આ ગીત પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પોતાની નશીલી આંખો થકી મોનાલિસાએ મહાકુંભ દરમિયાન સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ. આજ કારણોસર સનોજ મિશ્રા નામના ડાયરેક્ટરે મોનાલિસાને પોતાની ફિલ્મ 'ધી ડાયરી ઑફ મણિપુર'માં કાસ્ટ પણ કરી છે.
