Kushal Tandon 13 વર્ષ નાની એક્ટ્રેસ Shivangi Joshi ને કરી રહ્યા છે ડેટ, ક્યારે કરી રહ્યા છે લગ્ન ? જાણો

કુશાલ ટંડને 13 વર્ષ નાની એક્ટ્રેસ શિવાંગી જોશીને ડેટ કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે શિવાાંગી સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો છે. જાણો ક્યારે લગ્ન કરશે...

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 19 Oct 2024 12:31 PM (IST)Updated: Sat, 19 Oct 2024 12:31 PM (IST)
kushal-tandon-dating-shivangi-joshi-confirms-relationship
HIGHLIGHTS
  • શિવાંગી જોશીને ડેટ કરી રહ્યા છે કુશાલ ટંડન
  • કુશાલ ટંડન કરતાં 13 વર્ષ નાની છે શિવાંગી જોશી
  • 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ના સેટ પર થયો હતો પ્રેમ

Kushal Tandon Dating Shivangi Joshi: લાંબા સમયથી મીડિયામાં કુશાલ ટંડન અને શિવાંગી જોશી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. અત્યાર સુધી તેમણે પોતાના રિલેશનને જાહેર કર્યો ન હતો. પરંતુ હવે કુશાલે શિવાંગી જોશી સાથેના પોતાના સંબંધોનો સ્વીકાર કરતાં કન્ફર્મ કર્યા છે.

કુશાલ ટંડન અને શિવાંગી જોશી ક્યારે લગ્ન કરશે ?

બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કુશાલ ટંડને શિવાંગી સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. સાથે જ લગ્નને લઈને પણ મોટી અપડેટ આપી હતી. કુશાલે જણાવ્યું કે હું અત્યારે લગ્ન નથી કર્યો પરંતુ હા પ્રેમમાં જરુર છું. અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અમે કોઈ ઉતાવળ કરવા નથી માંગતા. પરંતુ મારી માતાને ખૂબ ઉતાવળ છે. તેમનું ચાલે તો તેઓ આજે જ મારા લગ્ન કરાવી દે. મારા લગ્નને લઈને તેમને ખૂબ જ ઉત્સાહ છે.

ચાહકોએ પણ કુશાલ ટંડન અને શિવાંગી જોશીની જોડીને ખૂબ પસંદ કરે છે. અને હવે તેમના વચ્ચેના સંબંધો ઓફિશિયલ થતાં તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

કુશાલ ટંડન અને શિવાંગી જોશીની પહેલી મુલાકાત

કુશાલ ટંડન અને શિવાંગી જોશીની મુલાકાત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ના સેટ પર થઈ હતી. શિવાંગી જોશીએ તેમાં નાયરાના પાત્ર દ્વારા સૌની ફેવરિટ બની ગઈ હતી. તે કુશાલ કરતાં 13 વર્ષ નાની છે. શિવાંગી જોશી આ પહેલા 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ના કો સ્ટાર મોહસીન ખાન સાથે રિલેશનમાં હતી. અને તે સમયે કુશાલ ટંડન ગૌહર ખાન સાથે પ્રેમમાં હતા, પણ કેટલાક કારણોને લીધે તેમનો સંબંધ આગળ ન ચાલી શક્યો.