Kushal Tandon અને Shivangi Joshi લેટ નાઈટ પાર્ટીમાં સાથે દેખાયા, ડેટિંગ અને લગ્નની ચર્ચાઓ વચ્ચે વધુ એક વીડિયો વાયરલ

ડેટિંગ અને લગ્નની ચર્ચાઓ વચ્ચે શિવાંગી અને કુશાલ તાજેતરમાં એકસાથે પાર્ટી કરતાં નજરે પડ્યા હતા. લેટ નાઈટ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 13 Jan 2025 11:07 AM (IST)Updated: Mon, 13 Jan 2025 11:07 AM (IST)
kushal-tandon-and-shivangi-joshi-party-together-amid-dating-rumours

Kushal Tandon and Shivangi Joshi Party: લાંબા સમયથી મીડિયામાં કુશાલ ટંડન તેમનાથી 13 વર્ષ નાની શિવાંગી જોશીને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એટલા સુધી કે થોડા મહિનાઓ પહેલા ખુદ કુશાલ ટંડને આ વાતની સ્વીકાર પણ કર્યો હતો. જો રે શિવાંગીએ હજુ સુધી આ રિલેશન અંગે કોઈ માહિતી આપી હતી. ત્યારે હાલમાં બંનેની એકસાથે પાર્ટીની તસવીરો વાયરલ થઈ રહી છે.

કુશાલ ટંડન અને શિવાંગી જોશી એકસાથે નજરે પડ્યા

શિવાંગી અને કુશાલના સંબંધોની હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચા થાય છે. બંને વચ્ચેનું બોન્ડિંગ પણ સારું લાગે છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા છે. ત્યારે ડેટિંગ અને લગ્નની ચર્ચાઓ વચ્ચે શિવાંગી અને કુશાલ તાજેતરમાં એકસાથે પાર્ટી કરતાં નજરે પડ્યા હતા. લેટ નાઈટ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. પાર્ટીમાં બંને એકબીજાથી ખુશ તો છે જ પરંતુ ફેન્સ માટે પોઝ પણ આપી રહ્યાં છે.

કુશાલ ટંડન અને શિવાંગી જોશી ટીવી જગતમાં સૌથી વધુ ચર્ચિત સ્ટાર્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લાંબા સમયથી સાથે છે. શિવાંગી અને કુશાલે 'બરસાતેં 'માં સાથે કામ કર્યું હતું. આ સીરિયલ ન માત્ર ખૂબ જ લોકપ્રિય થઈ પરંતુ દર્શકોએ આ જોડીને ખૂબ પસંદ પણ કરી. ત્યારે ફરી એકવાર તેમની સાથે તસવીરો વાયરલ થતાં લોકોએ તેમના અફેર્સની ચર્ચા શરૂ કરી છે.