KL Rahul Athiya Shetty Wedding: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીના (KL Rahul-Athiya Shetty wedding) લગ્ન થઈ ગયા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બંનેએ મુંબઈમાં એકદમ સાધારણ રીતે સાત ફેરા ફર્યા. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. આથિયા શેટ્ટી એકદમ સુંદર દેખાતી હતી તો કેએલ રાહુલ પણ શેરવાનીમાં શોભતો હતો. કેએલ રાહુલ બપોરે લગભગ 2-30 વાગ્યે જાન લઈને આવ્યો અને લગભગ 4 વાગ્યાની આસપાસ આથિયાની સાથે ફેરા ફર્યા.
સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં આ લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્ન સમારોહમાં લગભગ 100 થી 200 જેટલા મેહમાનએ ભાગ લીધો હતો.જો કે બંનેના ગ્રાન્ડ રિસેપ્શનમાં લગભગ 3000 લોકો સામેલ થશે તેવી શક્યતા છે. લગ્ન પછી અન્ના વેડિંગ વેન્યૂથી બહાર આવ્યો હતો અને તેમણે લગ્ન સંપન્ન થયા હોવાની જાહેરાત કરી. આ સાથે જ ત્યાં ઉપસ્થિત મીડિયાના લોકોને મિઠાઈ આપી હતી.
https://twitter.com/Sports_Himanshu/status/1617507295126228993
સસરા નહીં પિતા બનવા માગુ છુંઃ સુનીલ
મીડિયા સાથે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે- તેઓ કેએલ રાહુલના સસરા નહીં પણ પિતા બનવા માગે છે. તેમણે એ પણ જણાવ્યું કે આથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન IPL પછી થશે.
સુનીલ શેટ્ટીનો પહેલો ફોટો સામે આવ્યો
આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટી મીડિયા સાથે મુલાકાત કરવા બહાર આવ્યા. તેમણે પેસ્ટલ પિન્ક કલરની ધોતી અને કુર્તો પહેર્યો છે. સુનીલની સાથે તેમના પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળ્યા. બંનેએ મીડિયાના લોકોને મિઠાઈ પણ આપી.
https://twitter.com/DalpatSunielian/status/1617503578767388677
22 જાન્યુઆરીએ મહેંદી અને હલદી સેરેમની યોજાઈ
આ લગ્ન સમારોહને એકદમ સીક્રેટ રાખવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરીના રોજ મહેંદી અને હલ્દી સેરેમની યોજાઇ હતી. લગ્નની એકરાત પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા સેલેબ્સ આ સેરેમનીમાં જોવા મળ્યા હતા. કેએલ રાહુલ-આથિયા શેટ્ટીના સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ સ્ટાર્સ સામેલ થયા
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં ક્રિષ્ના શ્રોફ, અંશુલા કપૂર અને ડાયના પેન્ટી પહોંચ્યા હતા. ક્રિકેટર ઈશાંત શર્મા, ગૌતમ ગંભીર, વરુણ એરોન પણ ખંડાલા પહોંચ્યા હતા. મીડિયા રિપોટ્સ મુજબ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં IPL ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકા, મેન્ટરો ગૌતમ ગંભીર અને ફાસ્ટ બોલર વરુણ એરોન હાજર રહ્યાં. જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રેણીને કારણે રોહિત શર્મા,વિરાટ કોહલી અને હાર્દિક પંડયા સહિતના સ્ટાર્સ લગ્ન સમારંભમાં હાજર રહી શક્યા ન હતા.
આ લોકોએ આપ્યા અભિનંદન
https://twitter.com/ajaydevgn/status/1617362894525730816
https://twitter.com/duttsanjay/status/1617425893814861824
https://twitter.com/Esha_Deol/status/1617380558526648320
https://twitter.com/rajbansal9/status/1617369290277257216
IPL પછી યોજાઈ શકે છે રિસેપ્શન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લગ્ન પછી સુનીલ શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારવાળા, મિત્રો માટે બે મોટા રિસેપ્શન યોજવામાં આવશે. આ રિસેપ્શન મુંબઇ અને બેંગલોરમાં યોજાશે. આમાં ક્રિકેટરો, બોલીવુડ સ્ટાર્સ, ફેમિલી ફ્રેન્ડ, બિઝનેસમેન અને રાજનેતાઓને આમંત્રિત કરવામાં આવશે.
2019માં થઈ હતી મુલાકાત
મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની પ્રથમ મુલાકાત વર્ષ 2019માં એક કોમન ફ્રેંડ (Common friend) મારફતે થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ બન્ને ખૂબ જ સારા મિત્ર બની ગયા અને ધીમે ધીમે તેમની દોસ્તી (Friendship) પ્રેમમાં બદલાઈ ગઈ. અલબત બન્નેએ પોતાના સંબંધોને જાહેરમાં ક્યારેય કન્ફર્મ કર્યાં નહીં. જોકે કપલને અનેક વખત સાથે સ્પોટ કરવામાં આવતા હતા.
ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો
ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.