કિંજલ રબારી કેસમાં મુકેશ દેસાઇનો મોટો ખુલાસો: "તેણે જ મને ફોન કરીને કહ્યું હતું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે"

બંને પરિવારની પૂર્ણ સંમતિ બાદ જ સામાજિક રીત-રિવાજો અને મૈત્રી કરારના આધારે તેમના લગ્ન સંપન્ન થયા હતા. મુકેશે સ્પષ્ટ કર્યું કે તેઓએ લગ્નનું કોઈ સરકારી રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું, પરંતુ મૈત્રી કરારના રૂપે જ સામાજિક વિધિથી લગ્ન કર્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 15 Sep 2026 09:58 AM (IST)Updated: Tue, 15 Sep 2026 09:58 AM (IST)
kinjal-rabari-case-mukesh-desai-big-statement-revelation-marriage-details
મુકેશ દેસાઇ

Mukesh Desai News: સિંગર કિંજલ રબારીના લગ્ન અને કાનૂની વિવાદ વચ્ચે મુકેશ રબારીનું એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કિંજલ સાથેના પોતાના સંબંધો અને લગ્ન સુધી પહોંચેલી પરિસ્થિતિ અંગે ખુલાસો કરતાં મુકેશ રબારીએ જણાવ્યું કે, તેમની મુલાકાત કોલેજ કાળથી થઈ હતી અને તેઓ સામાજિક પ્રસંગોમાં પણ અવારનવાર મળતા હતા. બંને વચ્ચે અવારનવાર મેસેજ દ્વારા વાતચીત થતી હતી. આ દરમિયાન કિંજલે જાતે ફોન કરીને પોતાના દિલની વાત જણાવી હતી કે તેણે પોતાના ઘરે વાત કરી લીધી છે અને તે મુકેશ સાથે જ લગ્ન કરીને એક સરળ અને શાંતિપૂર્ણ જિંદગી જીવવા માગે છે.

મુકેશ દેસાઇએ કિંજલ રબારી વિશે શું કહ્યું?

મુકેશ રબારીએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે બંને પરિવારોને આ અંગે જાણ કરવામાં આવી, ત્યારે તેઓએ એકબીજા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. તે સમયે મુકેશે કિંજલના અગાઉના ડિવોર્સની સ્થિતિ અંગે સ્પષ્ટતા માંગી હતી. કિંજલે તેને આશ્વાસન આપતાં કહ્યું હતું કે તેના તરફથી ડિવોર્સની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને સામે પક્ષે પણ ટૂંક સમયમાં પ્રોસેસ પૂરી થઈ જશે. મુકેશે તેને દસ વખત પૂછીને સ્પષ્ટ કર્યું હતું કે જો આ બાબતમાં ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવવાની હોય તો તે લગ્ન કરવા માંગતો નથી અને પરિવારને પણ આ અંગે ના પાડી દેશે.

જોકે, કિંજલે મુકેશની આર્થિક અને સામાજિક સ્થિતિ જાણીને પણ તેની સાથે શાંતિથી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે પોતે જ પોતાના પિતા અને પરિવાર સમક્ષ મુકેશ સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી. દીકરીની ખુશીમાં જ પોતાની ખુશી માનીને કિંજલના માતા-પિતા પણ આ સંબંધ માટે સહમત થયા હતા.

બંને પરિવારની પૂર્ણ સંમતિ બાદ જ સામાજિક રીત-રિવાજો અને મૈત્રી કરારના આધારે તેમના લગ્ન સંપન્ન થયા હતા. મુકેશે સ્પષ્ટ કર્યું કે તેઓએ લગ્નનું કોઈ સરકારી રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું, પરંતુ મૈત્રી કરારના રૂપે જ સામાજિક વિધિથી લગ્ન કર્યા હતા.