Khushi Mukherjee Suryakumar Yadav: ભારતીય ક્રિકેટ ટીમના ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામાન્ય રીતે વિવાદોથી દૂર રહે છે, પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અભિનેત્રી ખુશી મુખર્જીના એક દાવાને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. ખુશી મુખર્જીએ એક ઇવેન્ટ દરમિયાન દાવો કર્યો હતો કે સૂર્યકુમાર યાદવ તેને સતત મેસેજ કરતા હતા. આ દાવા બાદ સતત
સૂર્યકુમાર યાદવ મને મેસેજ કરતા હતા
ખુશી મુખર્જીએ તાજેતરમાં એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે શરૂઆતના સમયમાં સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતા હતા. તેણે વધુમાં ઉમેર્યું કે મારે કોઈ પણ ક્રિકેટરને ડેટ નથી કરવો. મારી પાછળ ઘણા ક્રિકેટર્સ પડ્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ મને મેસેજ કરતા હતા, પરંતુ હવે અમે બહુ વાત નથી કરતા. ખુશીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે નથી ઈચ્છતી કે તેનું નામ કોઈની પણ સાથે જોડવામાં આવે. જોકે આ બાબતે સૂર્યકુમાર યાદવ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
🤯Surya kumar Yadav used to message me a lot — says Khushi Mukherjee
— Sumit Kumar (@sumiverse07) December 31, 2025
What do you think 💬🤔
Share your thoughts ✍️ #SuryakumarYadav #CricketTwitter #TeamIndia pic.twitter.com/jrwRY7Jn54
કોણ છે ખુશી મુખર્જી?
ખુશી મુખર્જી વ્યવસાયે અભિનેત્રી અને મોડેલ છે, જે MTV ના પ્રખ્યાત શો 'સ્પ્લિટ્સવિલા' માં જોવા મળી હતી. 1996 માં કોલકાતામાં જન્મેલી ખુશી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પણ હિસ્સો રહી ચુકી છે, જેમાં તેણે 'ડોંગા પ્રેમા' અને 'હાર્ટ એટેક' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તે 'બાલવીર રિટર્ન્સ' અને 'કહત હનુમાન જય શ્રી રામ' જેવા ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફોલોઅર્સ છે.
રિયાલિટી શોમાં આઈબ્રો ઉડાવીને સર્જ્યો હતો વિવાદ
ખુશી મુખર્જી હાલમાં જ મુનવ્વર ફારૂકીના શો 'સોસાયટી' માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ શો દરમિયાન એક ટાસ્કને પૂર્ણ કરવા માટે તેણે પોતાની એક આઈબ્રો ઉડાવી દીધી હતી અને શોનું ટેટૂ પણ કરાવ્યું હતું, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.
રાખી સાવંત સાથે બોલાચાલી
ખુશી મુખર્જી પોતાની અતરંગી અને બોલ્ડ ફેશનને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. એક ઇવેન્ટ દરમિયાન તેનો વીડિયો વાયરલ થયો હતો, જ્યાં પાપારાઝીઓને પોઝ આપતી વખતે એક વૃદ્ધ વ્યક્તિએ તેને 'ચડ્ડી' ન પહેરવા બદલ ટોકી હતી. આ ઘટના બાદ રાખી સાવંત એક ઇવેન્ટમાં તેના માટે લાલ રંગની ચડ્ડી લઈને આવી હતી, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
