Kaun Banega Crorepati 17 ને મળ્યો બીજો કરોડપતિ, જે ઝડપથી 1 કરોડના પ્રશ્નનો જવાબ આપ્યો અમિતાભ બચ્ચન પણ હેરાન

બિપ્લબે એક પણ લાઈફલાઈનનો ઉપયોગ કર્યા વગર 5 લાખ રૂપિયા જીતી લીધા હતા. પ્રભાવિત થઈને અમિતાભ બચ્ચને બિપ્લબ અને તેમના પરિવારને પોતાના ઘરે જમવા માટે આમંત્રિત કર્યા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 31 Dec 2025 02:42 PM (IST)Updated: Wed 31 Dec 2025 02:45 PM (IST)
kbc-17-biplab-biswas-wins-1-crore-answered-within-seconds-amitabh-bachchan-shocked-665369

Kaun Banega Crorepati 17 Biplab Biswas: 'કૌન બનેગા કરોડપતિ' સીઝન 17 હવે તેના અંતિમ તબક્કામાં છે અને આ દરમિયાન શોને તેનો બીજો કરોડપતિ મળી ગયો છે. રાંચીના રહેવાસી બિપ્લબ બિસ્વાસે 1 કરોડ રૂપિયાની રકમ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેમની રમવાની ઝડપ અને જનરલ નોલેજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. બિપ્લબે 'ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ' રાઉન્ડ જીતીને હોટસીટ પર સ્થાન મેળવ્યું હતું.

CRPF ઈન્સ્પેક્ટરે જણાવી નક્સલ પ્રભાવિત વિસ્તારની કહાણી

બિપ્લબ બિસ્વાસ CRPFમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને હાલમાં તેઓ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર એવા બીજાપુરમાં પોસ્ટેડ છે. શો દરમિયાન તેમણે જંગલોમાં કેવી રીતે જીવિત રહેવું અને દેશ માટે તેમના સાથીદારોએ આપેલા બલિદાનો વિશે વાત કરી હતી. આ વાતો કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા. ત્યારે અમિતાભ બચ્ચને તેમને સાંત્વના આપી હતી.

બિપ્લબે રમતની શરૂઆત ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કરી હતી અને એક પણ લાઈફલાઈનનો ઉપયોગ કર્યા વગર 5 લાખ રૂપિયા જીતી લીધા હતા. તેમની આ સમજદારી અને જ્ઞાનથી પ્રભાવિત થઈને અમિતાભ બચ્ચને બિપ્લબ અને તેમના પરિવારને પોતાના ઘરે જમવા માટે આમંત્રિત કર્યા હતા. રમતમાં આગળ વધતા તેમણે 12.50 લાખ માટે 'ઓડિયન્સ પોલ', 25 લાખ માટે 'સંકેત સૂચક' અને 50 લાખના પ્રશ્ન માટે '50-50' લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો.

1 કરોડના પ્રશ્ન પર આપ્યો ફટાફટ જવાબ

જ્યારે બિપ્લબ સામે 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન આવ્યો, ત્યારે તેમણે જરા પણ સમય બગાડ્યા વિના તરત જ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તેઓ કોઈનો સમય બગાડવા માંગતા નથી અને સીધો જ 'ઓપ્શન D' લોક કરાવ્યો, જે સાચો સાબિત થયો. જે ઝડપથી તેમણે 1 કરોડના પ્રશ્નનો જવાબ આપ્યો તેનાથી બિગ બી પણ હેરાન રહી ગયા હતા. 1 કરોડની રકમની સાથે તેમને એક કાર પણ ભેટમાં મળી છે.

હવે આગામી એપિસોડમાં તેમને 7 કરોડ રૂપિયાનો જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે શું તેઓ પોતાની આ જ્ઞાનની શક્તિથી 7 કરોડ રૂપિયાનો સાચો જવાબ આપી શકશે કે નહિ.