Kaushik Bharwad Navratri 2026 Schedule: ગુજરાતમાં નવરાત્રીના પવિત્ર તહેવારનો પ્રારંભ થતાં જ ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના લોકપ્રિય અવાજ અને બુલંદ સુરથી ગરબા રસિકોને ઝૂમાવતા જાણીતા ગુજરાતી લોકગાયક કૌશિક ભરવાડના 'નવરાત્રી ગરબા નાઈટ્સ 2026'નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરથી લઈને વિજાપુર અને પાલનપુર સુધી કૌશિક ભરવાડ પોતાના સૂરના તાલ પર ખેલૈયાઓને ગરબે ઘૂમાવશે. ગરબા રસિકો માટે 10 દિવસનું સંપૂર્ણ સ્થળ વાઇઝ શેડ્યુલ નીચે મુજબ છે:
કૌશિક ભરવાડ નવરાત્રી 2026 શેડ્યુલ
- નોરતું 1 (Day 1): રમઝટ નવરાત્રી, ગોતા જગતપુર, અમદાવાદ
- નોરતું 2 (Day 2): ઓરેવા ફાર્મ રાસરાત્રી, અમદાવાદ
- નોરતું 3 (Day 3): શ્રી હરિ પાર્ટી પ્લોટ (પંખીડા નવરાત્રી), અમદાવાદ
- નોરતું 4 (Day 4): શુભ ફાર્મ (વૃંદાવન નગરી), એલ.જે. કોલેજ રોડ, અમદાવાદ
- નોરતું 5 (Day 5): રંગીલા રાસ, વિજાપુર
- નોરતું 6 (Day 6): દયાવાન પાર્ટી પ્લોટ, નિકોલ, અમદાવાદ
- નોરતું 7 (Day 7): શુભ મંડલી, ઓગણજ, અમદાવાદ
- નોરતું 8 (Day 8): માધવ ફાર્મ, વસ્ત્રાલ, અમદાવાદ
- નોરતું 9 (Day 9): ચંદનગઢ, શહેરા
- નોરતું 10 (Day 10): પાલનપુર
ખેલૈયાઓમાં ભારે ક્રેઝ
કૌશિક ભરવાડના પરંપરાગત અને આધુનિક ગરબાના મિશ્રણવાળા ટ્રેક્સ ખેલૈયાઓમાં ખૂબ જ જાણીતા છે. અમદાવાદના વિવિધ પોશ વિસ્તારો જેવા કે ગોતા, ઓગણજ, વસ્ત્રાલ અને નિકોલમાં તેમના ગરબાનું આયોજન હોવાથી મોટી સંખ્યામાં યુવાનો તેમના તાલે રમવા માટે આતુર છે.
