ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું ધમાકેદાર ટાઇટલ પોસ્ટર લોન્ચ: મનોરંજન અને કોમેડીથી ભરપૂર ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવશે

શ્રીનિક ક્રિએટર્સ (Shreenik Creators) દ્વારા પ્રસ્તુત નવીનતમ ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું આકર્ષક ટાઇટલ પોસ્ટર સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 15 Sep 2026 11:56 AM (IST)Updated: Tue, 15 Sep 2026 11:56 AM (IST)
kanya-badlavo-savdhan-gujarati-movie-title-poster-launch-star-cast
કન્યા બદલાવો સાવધાન મુવી

Kanya Badlavo Savdhan Movie Poster Launch: ઢોલીવુડ એટલે કે ગુજરાતી સિનેમામાં નવતર વિષયો અને કોમેડીથી ભરપૂર ફિલ્મોનો નવો દોર શરૂ થયો છે. તેવામાં શ્રીનિક ક્રિએટર્સ (Shreenik Creators) દ્વારા પ્રસ્તુત નવીનતમ ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું આકર્ષક ટાઇટલ પોસ્ટર સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. પોસ્ટર લોન્ચ થતાંની સાથે જ ગુજરાતી સિનેપ્રેમીઓ અને સોશિયલ મીડિયા પર ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ બેગણો થઈ ગયો છે.

કૌતુક જગાડતી ટેગલાઇન:

પોસ્ટરમાં આપવામાં આવેલી ટેગલાઇન દર્શકોનું ધ્યાન ખાસ ખેંચી રહી છે. “આ ભૂલ લખાણની છે કે માણસની? જલ્દી જ ખબર પડશે!” જેવી રસપ્રદ અને કૌતુક જગાડતી ટેગલાઇન દર્શકોમાં ફિલ્મની વાર્તાને લઈને ભારે ઉત્સુકતા ઊભી કરી રહી છે. ફિલ્મનું કન્ટેન્ટ લગ્ન, ગેરસમજણ અને હાસ્યરસથી ભરપૂર હોય તેવું લાગી રહ્યું છે, જે દર્શકોને એક સંપૂર્ણ કૌટુંબિક મનોરંજન પૂરું પાડવા માટે તૈયાર છે.

દમદાર ડાયરેક્શન અને સ્ટારકાસ્ટ:

આ મનોરંજક ગુજરાતી ફિલ્મનું કુશળ નિર્દેશન મિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેની વાર્તા અને સ્ક્રીનપ્લે લેખન ડૉ. ઋષિકેશ ઠક્કરનું છે. ફિલ્મના નિર્માતાઓની વિશાળ ટીમમાં રાકેશ રાવલ, વિકુંજ પટેલ, માનસી શાહ, ધ્રુવ પટેલ, હર્ષ ભાવસાર, ચમનભાઈ રાવળ, ઉમરાવ પ્રજાપતિ, મેઘા પટેલ, વિશ્વરાજ બારોટ અને ગીતાબેન અશ્વિનકુમાર પટેલનો સમાવેશ થાય છે.

ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં ગુજરાતી સિનેમાના જાણીતા અને પ્રતિભાશાળી કલાકારોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આકાશ પંડ્યા, આર.જે. સલોની, શ્રેય મારડીયા, ક્રીના પાઠક, સુનિલ વિસરાણી, મકરંદ શુકલા, કલ્પેશ પટેલ, હરેશ ડાઘીયા, જીગ્નેશ મોદી, મોરલી પટેલ, કોમલ પંચાલ, કામીની પટેલ અને હિતેશ ઠાકર જેવા ઉત્કૃષ્ટ કલાકારો પોતાની અદાકારીનો જાદુ વિખેરવા જઈ રહ્યા છે.

લગ્નના પ્લોટ પર આધારિત આ ધમાકેદાર કોમેડી ફિલ્મ ખૂબ જ ટૂંક સમયમાં તમારી નજીકના સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.