Kantara 2: કાંતારા-2માં નવાઝુદ્દીન સિદ્દીકીની થઈ શકે છે એન્ટ્રી, એક્ટરે જાતે આપી હિન્ટ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Fri, 12 May 2023 12:41 PM (IST)Updated: Fri, 12 May 2023 12:41 PM (IST)
kantara-2-nawazuddin-siddiqui-hints-possible-collaboration-with-kantara-actor-rishab-shetty

Kantara 2 News: બોલીવૂડ ફિલ્મો તેમજ OTT પર પોતાના અભિનયથી દરેકના દિલ પર રાજ કરનારા નવાઝુદ્દીન સિદ્દીકી હવે રિષભ શેટ્ટીની સુપરહિટ ફિલ્મ કાંતારાની સિક્વલમાં જોવા મળી શકે છે. એક્ટરે જાતે આ વિશે માહિતા આપી હતી કે તેઓ રિષભ શેટ્ટી થિએટર સાથે જોડાયા છે.

અમે બંને સારા મિત્રો છીએ- રિષભ શેટ્ટી અંગે નવાઝુદ્દીન
નવાઝુદ્દીન સિદ્દીકી 'કાંતારા 2'માં પણ જોવા મળી શકે છે અને અભિનેતાએ પોતે આ અંગે સંકેત આપ્યો છે. એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે તે રિષભ શેટ્ટીના થિયેટર સાથે જોડાયેલો છે. અભિનેતાએ કહ્યું, 'હું રિષભ શેટ્ટી થિયેટર સાથે જોડાયેલો છું. રિષભ શેટ્ટી હંમેશા તેના મૂળ અને પરંપરાગત સ્વરૂપ પ્રત્યે સાચો રહ્યો છે. તે તેના પર એક ફિલ્મ પણ બનાવી રહ્યો છે. અમારા બંનેના શિક્ષક એક જ છે. અમારું સારું જોડાણ છે અને અમે હવે મિત્રો પણ છીએ.

કાંતારાએ બોક્સ ઓફિસમાં મચાવ્યો હતો તરખાટ
ઓછા બજેટમાં બનેલી 'કાંતારા' ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી. રિષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત, લેખિત અને અભિનિત, આ ફિલ્મ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશી બોક્સ ઓફિસ પર પણ બ્લોકબસ્ટર રહી હતી. કાંતારાની સફળતા પછી, પહેલેથી જ જાહેરાત કરવામાં આવી હતી કે નિર્માતા તેની સિક્વલ લાવવાના છે.

થોડા દિવસો પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે ઋષભ શેટ્ટીની 'કંતારા 2' ની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે અને અભિનેતા ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરશે. પરંતુ હવે આ ફિલ્મ વિશે જે મોટું અપડેટ સામે આવી રહ્યું છે તે એ છે કે નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ 'કાંતારા 2' સાથે જોડાવા જઈ રહ્યું છે.

નવાઝુદ્દીનના આ નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ અભિનેતા રિષભ શેટ્ટીની આગામી ફિલ્મ 'કાંતારા 2'માં કામ કરશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.