Junior NTR: ફિલ્મ 'RRR'ની ભવ્ય સફળતાની ઉજવણી કર્યા પછી અભિનેતા જૂનિયર એનટીઆર પોતાની આગામી ફિલ્મ 'NTR 30'ના કામમાં જોડાઈ ગયો છે. આ ફિલ્મથી બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ફિલ્મનું ડાયરેક્શન કોરાતાલા શિવા કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હવે, અભિનેતાએ વીડિયો શેર કરીને ફિલ્મને લઈને વધુ અપડેટ આપી છે.
અભિનેતા જૂનિયર એનટીઆરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'કોરાતાલા શિવાની સાથે ફરીથી સેટ પર આવવું શાનદાર છે!' વીડિયોમાં અભિનેતા ફિલ્મના સેટ પર એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. તે બોલે છે વત્સુના એટલે કે હું પાછો આવી ગયો છું. ફિલ્મના ઉદ્ધાટન સમારોહમાં એસએસ રાજામૌલીએ ફિલ્મને પહેલો ક્લેપ આપ્યો હતો.
https://twitter.com/tarak9999/status/1642143344196460545
અભિનેત્રી જાહ્નવી કપૂરે પોતાના જન્મદિવસના અવસર પર ઇન્સ્ટાગ્રામ પર જુનિયર એનટીઆર સાથેની પોતાની ફિલ્મ NTR 30નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. આ ફિલ્મનું પ્રોડક્શન જૂનિયર એનટીઆરનો ભાઈ નંદામુરી કલ્યાણરામ કરી રહ્યો છે. ડાયરેક્ટર કોરાતાલા શિવા 'ભારત આને નેનુ', 'જનતા ગેરેજ' અને 'મિર્ચી' જેવી અનેક ફિલ્મો માટે જાણીતા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો