જાહ્નવીની બાંગ્લાદેશી હિન્દુઓના સમર્થનમાં પોસ્ટ, ધ્રુવ રાઠીએ કહ્યું- 'હું તારા પિતા કે બોલિવૂડથી ડરતો નથી'; જાણો શું છે સમગ્ર વિવાદ?

Janhvi Kapoor vs Dhruv Rathee Controversy: જાણીતો યુટ્યુબર ધ્રુવ રાઠી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, આ વખતે વિષય રાજકારણ નહીં, પરંતુ બોલિવૂડ અને ગ્લેમર વર્લ્ડ છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 29 Dec 2025 10:02 AM (IST)Updated: Mon 29 Dec 2025 10:02 AM (IST)
janhvi-kapoor-vs-dhruv-rathee-controversy-neither-afraid-of-daddy-nor-bollywood-663908

Janhvi Kapoor vs Dhruv Rathee Controversy: જાણીતો યુટ્યુબર ધ્રુવ રાઠી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જોકે, આ વખતે વિષય રાજકારણ નહીં, પરંતુ બોલિવૂડ અને ગ્લેમર વર્લ્ડ છે. અભિનેત્રી જાહ્નવી કપૂરના ફોટા સાથે સંકળાયેલા એક વિવાદ પર ધ્રુવ રાઠીએ ટ્રોલ્સને જવાબ આપ્યો છે.

તાજેતરમાં ધ્રુવ રાઠીએ 'Fake Beauty' (નકલી સુંદરતા) ટાઈટલ હેઠળ એક વીડિયો અપલોડ કર્યો હતો, જેના થંબનેલમાં જાહ્નવી કપૂરના 'પહેલા અને પછી'ના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના કારણે ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચી ગયો હતો અને યુટ્યુબર પર ચોક્કસ એજન્ડા ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર વિવાદ?

ધ્રુવ રાઠીના આ વીડિયોમાં બોલિવૂડ અભિનેત્રીઓની પ્લાસ્ટિક સર્જરી અને બ્યુટી સ્ટાન્ડર્ડ્સ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, વિવાદ ત્યારે વકર્યો જ્યારે નેટીઝન્સે આ વીડિયોને જાહ્નવી કપૂરની એક સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડી દીધો. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂરે તાજેતરમાં જ બાંગ્લાદેશી હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે એક પોસ્ટ શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે જાહ્નવીએ હિન્દુઓના સમર્થનમાં પોસ્ટ કરી હોવાથી, ધ્રુવ રાઠીએ તેને નિશાન બનાવવા માટે જાણી જોઈને આ વીડિયો બનાવ્યો છે.

ધ્રુવ રાઠીનો જવાબ

ટ્રોલિંગ વધતા ધ્રુવ રાઠીએ તાત્કાલિક એક નવો વીડિયો જાહેર કરીને પોતાની સ્પષ્ટતા આપી હતી. તેમણે ટ્રોલ્સને આડે હાથ લેતા કહ્યું હતું કે, 'ભગવાને તમને મગજ આપ્યું છે, તો તેનો ઉપયોગ કેમ નથી કરતા? શું તમે આઈટી સેલની દરેક વાત પર આંધળો વિશ્વાસ કરશો?'

ધ્રુવે સમય અને તાર્કિક દલીલ આપતા કહ્યું હતું કે, ટજાહ્નવીએ જે દિવસે પોસ્ટ કરી, તે જ દિવસે મેં 30 મિનિટનો લાંબો વીડિયો અપલોડ કર્યો હતો. શું કોઈ પણ વ્યક્તિ માટે આટલા ઓછા સમયમાં સ્ક્રિપ્ટ લખવી, શૂટિંગ કરવું, એડિટિંગ કરવું અને વીડિયો અપલોડ કરવો શક્ય છે?'

'હું બોલિવૂડ કે કોઈના પિતાથી ડરતો નથી'

પોતાના બચાવમાં વધુ વાત કરતા ધ્રુવે કહ્યું કે તે કોઈ પરોક્ષ રીતે નિશાન સાધનારો વ્યક્તિ નથી. તેમણે કહ્યું, 'મેં પોતે બાંગ્લાદેશી હિન્દુઓના સમર્થનમાં રીલ બનાવી છે, તો હું બીજા કોઈની ટીકા શા માટે કરું? મેં મારા વીડિયોમાં ક્યાંય જાહ્નવીને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી.'

ટ્રોલ્સને ખુલ્લો પડકાર ફેંકતા આ યુટ્યુબરે કહ્યું, 'હું સ્પષ્ટ વાત કરવામાં માનું છું. હું તારા પિતાથી કે કોઈ બોલિવૂડ સેલિબ્રિટીથી ડરતો નથી. મારે જે કહેવું હોય તે હું સીધું જ કહું છું.'