Dhirubhai Ambani International School Fees: હાલમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (DAIS)માં એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં અનેક મોટા બોલિવૂડ સ્ટાર્સના બાળકો ભણે છે. ત્યારે આવી સ્થિતિમાં, સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં શાહરૂખ ખાન (Shahrukh Khan), અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન (Aishwarya Rai Bachchan) , મીરા કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. ત્યારે આજે આ આર્ટિકલમાં અમે તમને આ સ્કૂલની ફી વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ
આ સ્કૂલની સ્થાપના મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી. હાલમાં તેની જવાબદારી મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી સંભાળી રહ્યા છે. DAIS કિન્ડરગાર્ટનથી લઈને ધોરણ 12 સુધીના બાળકો માટે છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈ CISCE (કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન), CAIE (કેમ્બ્રિજ એસેસમેન્ટ ઈન્ટરનેશનલ એજ્યુકેશન) અને IB (ઈન્ટરનેશનલ બેકલોરરેટ) બોર્ડ સાથે એફિલેટેડ છે.
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ ફી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2023-2024 માટે, કિન્ડરગાર્ટનથી લઈને 12મા ધોરણ ફી માટે લગભગ 1,400,000 થી લઈને 2,000,000 રૂપિયા સુધીની છે.
એક વેબસાઈટ બોલિવૂડ શાદીસ અનુસાર, આ સ્ક્લમાં LKG થી ધોરણ 7 સુધીની ફી 1,70,000 રૂપિયા જ્યારે ધોરણ 8 થી 10 માટે ICSE બોર્ડની વાર્ષિક ફી 1,85,000 રૂપિયા છે. ધોરણ 8 થી 10 માટે IGCSE ની વાર્ષિક ફી 5.9 લાખ રૂપિયા જ્યારે 11 અને 12 માટે IDBPની વાર્ષિક ફી 9.65 લાખ રૂપિયા છે.
નોંધ: શાળાના ફી માળખામાં ફેરફાર થતા રહેતા હોય છે, તેથી સંપૂર્ણ વિગતો માટે શાળાનો સંપર્ક કરવો જોઈએ.
DAIS માં કઈ સુવિધાઓ મળે છે?
DAIS માં ભણતા બાળકોને ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. આ શાળાનું કેમ્પસ 130,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. અહીં સાયન્સ લેબ,કોમ્પ્યુટર ક્લાસ, મોટું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને 40,000 થી વધુ પુસ્તકો સાથેનું પુસ્તકાલય છે.
