Housefull 5 Box Office Collection Day 14: કોમેડી ડ્રામા હાઉસફુલ 5 સિનેમાઘરોમાં રિલીઝ થયાને બે અઠવાડિયા પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 6 જૂને રિલીઝ થઈ હતી. કોમેડી ફ્રેન્ચાઇઝીનો આ નવો ભાગ અક્ષય કુમાર માટે કોઈ ટેસ્ટથી ઓછો ન હતો, કારણ કે તેની અગાઉની રિલીઝ ફિલ્મો સ્કાયફોર્સ, ખેલ ખેલ મેં વગેરેએ સારો દેખાવ કર્યો ન હતો. હાઉસફુલ સીરિઝના પાંચમા ભાગ માટે અપેક્ષાઓ ખૂબ જ વધારે હતી. અમુક હદ સુધી ફિલ્મ આ કરવામાં સફળ રહી.
હાઉસફુલ 5 બોક્સ ઓફિસ કલેક્શન
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 24 કરોડની ઓપનિંગ કરી હતી. ફિલ્મે પહેલા અઠવાડિયામાં કુલ 127.25 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર 14 દિવસ પૂર્ણ કર્યા છે. 14મા દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ 1.79 કરોડનો વકરો કરી શકે છે. આ હિસાબે ફિલ્મનું કુલ કલેક્શન 167.04 કરોડ થઈ ગયું છે.
હાલ બોક્સ ઓફિસ પર અન્ય ફિલ્મોની વાત કરીએ તો કાજોલની મા સિવાય બોક્સ ઓફિસ પર કોઈ મોટી રિલીઝ ન હોવાથી હાઉસફુલ 5 ટૂંક સમયમાં 200 કરોડનો આંકડો પાર કરશે. ફિલ્મની સફળતાની વાત કરીએ તો તરુણ મનસુખાની દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જાણીતા ચહેરા અને એક કોમેડી ફોર્મ્યુલાને પાછી લાવી. નાના કોમેડી પંચ અને અગાઉના ભાગ જેવો ગ્રાફ હોવાથી હાઉસફુલ 5 સાથે દર્શકો જોડાયા.
