Taaro Thayo Teaser Out: ગુજરાતી ફિલ્મ 'તારો થયો'નું ટીઝર રિલીઝ, હિતેનકુમાર અને કાજલ ઓઝા વૈદ્યની જોડી રંગ જમાવશે

કેદાર-મિતાલી અને આરવ-અંતરાની આસપાસ વણાયેલી વાર્તા સાબિત કરે છે કે, સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 19 Dec 2024 05:47 PM (IST)Updated: Thu 19 Dec 2024 05:47 PM (IST)
hiten-kumar-and-kaajal-oza-vaidya-starer-gujarati-film-taaro-thayo-teaser-out-447528
HIGHLIGHTS
  • આગામી 17 જાન્યુઆરીએ ફિલ્મ થિયેટરમાં આવશે

Taaro Thayo Teaser Out: ગુજરાતના જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય અને હિતેનકુમાર સ્ટારર ફિલ્મ 'તારો થયો'નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. લીલા મોહન પ્રોડક્શનની યુ-ટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવેલા ટીઝરના કેપ્શનમાં લખ્યું છે કે, માણો પ્રેમની યાદો અને જીવનભરના સંગાથની વાતોની પહેલી ઝલક'. આ ટીઝરને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

જો 'તારો થયો' ફિલ્મની કહાનીની વાત કરીએ તો, આ ફિલ્મ કેદાર અને મિતાલીના પાત્રની આસપાસ ફરે છે. જેમાં ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા હિતેનકુમાર કેદારની ભૂમિકામાં અને ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય મિતાલીની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સિવાય આરવ અને અંતરાની પણ ફિલ્મમાં અગત્યની ભૂમિકા છે. જે અનુક્રમે સન્ની પંચોલી અને વ્યોમા નંદી ભજવી રહ્યા છે. આ તમામ પાત્રોની આસપાસ વણાયેલી વાર્તા સાબિત કરે છે કે, સાચો પ્રેમ એટલે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું.

આ ફિલ્મનું નિર્માણ મુંબઈ સ્થિત લીલા મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના નિર્માતા વિજય ચૌહાણ, નિધિ ચૌહાણ અને સંજય ચૌહાણ છે. જ્યારે ફિલ્મના દિગ્દર્શક એવોર્ડ વિજેતા એડિટર અને ડિરેક્ટર ધર્મેશ પટેલ છે.

આ ફિલ્મમાં હિતેન કુમાર, કાજલ ઓઝા વૈદ્ય, સની પંચોલી, વ્યોમા નંદી, નમન ગોર, રીવા રાચ્છ, વિસ્તાસ્પ ગોટલા, સોનુ ચંદ્રપાલ, જ્હાનવી પટેલ, ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ, જિજ્ઞેશ મોદી અને હિતુ કનોડિયા ગેસ્ટ એપીરિયન્સમાં જોવા મળશે છે. ખાસ વાત એ છે કે, 'તારો થયો' ફિલ્મની વાર્તા જાણીતા લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવી છે.

આ ફિલ્મનું સંગીત રિપુલ શર્મા અને અભિજીત વાઘાણી દ્વારા આપવામાં આવ્યું છે, જેમાં 6 ગીતો છે. જ્યારે સુપ્રસિદ્ધ ગાયક ઓસમાન મીરે આ ફિલ્મની મ્યુઝિકલ જર્નીમાં સામેલ છે. આ ફિલ્મનું સંગીત પેનોરમા મ્યુઝિક પર છે અને પેનોરમા સ્ટુડિયો દ્વારા દેશભરમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 17મી જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

માણો પ્રેમની યાદો અને જીવનભરના સંગાથની વાતોની પહેલી ઝલક.