Hiten Kumar: 25 વર્ષ બાદ ફરી રિલીઝ થશે ફિલ્મ 'મૈયરમાં મનડું નથી લાગતું', રતન અને રામલાની સુપરહિટ જોડી ફરી મચાવશે ધૂમ

હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી સ્ટારર સુપરહિટ ગુજરાતી ફિલ્મ "મૈયરમાં મનડું નથી લાગતું" 5 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 11 Aug 2025 03:35 PM (IST)Updated: Mon 11 Aug 2025 03:36 PM (IST)
hiten-kumaar-gujarati-film-maiyar-ma-mandu-nathi-lagtu-completes-25-years-583302

Hiten Kumar Maiyar Ma Mandu Nathi Lagtu: હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી સ્ટારર સુપરહિટ ગુજરાતી ફિલ્મ "મૈયરમાં મનડું નથી લાગતું" દર્શકોના હૈયામાં એવી રીતે છવાઈ ગઈ હતી કે ચાહકો હજી સુધી તેને ભૂલી શક્યા નથી. ત્યારે દર્શકો માટે સારા સમાચાર છે કે આ સુપરહિટ ફિલ્મ ફરી સિનેમાઘરોમાં રી રિલીઝ થઈ રહી છે. જાણો કઈ તારીખે રિલીઝ થશે.

હિતેન કુમારે ફેસબુક પર પોસ્ટ કરીને ફિલ્મની રિલીઝ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે મૈયરમાં મનડું નથી લાગતું"ને રજૂ થયાને 25 વર્ષના વહાણા વીત્યા, પણ આપણા સૌના હૃદયમાં હજી પણ એટલી જ તરોતાજા છે. આ સાથે તેમણે આનંદી ત્રિપાઠી અને ફિલ્મના પોસ્ટર સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

"મૈયરમાં મનડું નથી લાગતું" વર્ષ 2001 માં રિલીઝ થઈ હતી. રામ અને રતનની જોડીએ તે સમયે ધૂમ મચાવી દીધી હતી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ ગુજરાતી ફિલ્મની સિક્વલ બની. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં રતનનું પાત્ર ભજવનારી આનંદી ત્રિપાઠી એક નોન ગુજરાતી અભિનેત્રી છે.