Hardik Pandya–Mahika Sharma Car-Wash Video: ક્રિકેટર હાર્દિક પંડ્યા ફરી એકવાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની નવી ગર્લફ્રેન્ડને લઈને ચર્ચામાં છે. તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેના તેમના રોમાન્સની ચર્ચાઓ દરેક જગ્યાએ ફેલાયેલી છે. તાજેતરમાં હાર્દિક અને માહિકાનો એક વીડિયો અને એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે સંબંધ ઓફિશિયલ કર્યો
અભિનેત્રી અને મોડેલ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા પછી હાર્દિકનું નામ અગાઉ જસ્મિન વાલિયા સાથે જોડાયું હતું. જોકે અચાનક જ હાર્દિક પંડ્યાએ ઓક્ટોબરમાં જ માહિકા શર્મા સાથે પોતાનો સંબંધ ઓફિશિયલ કર્યો છે. તેમણે પોતાની મોડેલ ગર્લફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો શેર કરીને આ સંબંધ પર મહોર લગાવી હતી. હાર્દિકે આ વર્ષે પોતાનો જન્મદિવસ પણ માહિકા સાથે જ ઉજવ્યો હતો. દિવાળીથી લઈને અન્ય ખાસ પ્રસંગો પર પણ આ કપલ સાથે જોવા મળ્યું.
આ પણ વાંચો

કાર ધોતી વખતે દરમિયાન રોમેન્ટિક મોમેન્ટ
હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથેનો આ નવો વીડિયો તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં બંનેને સાથે મળીને કાર ધોતા જોઈ શકાય છે. વીડિયોમાં હાર્દિક કપડાથી કારને સાફ કરી રહ્યો છે, જ્યારે માહિકા પાણી નાખી રહી છે. આ દરમિયાન એક એવી ક્ષણ પણ આવે છે જેના પર ચાહકોની નજર અટકી ગઈ. વીડિયોમાં માહિકા ખૂબ જ પ્રેમથી હાર્દિકના ગાલને ચૂમે છે. બંને વચ્ચેની આ રોમેન્ટિક ક્ષણ યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
ચાહકોએ પ્રેમ વરસાવ્યો અને મજાક પણ કરી
હાર્દિક પંડ્યા અને માહિકા શર્માના આ વીડિયો પર યુઝર્સ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું કે સો ક્યૂટ. જોકે કેટલાક યુઝર્સે મજાક પણ કરી હતી. એક યુઝરે રમુજી અંદાજમાં કોમેન્ટ કરી કે હાર્દિક પંડ્યા પાકા ગુજરાતી છે. કરોડોના માલિક હોવા છતાં કાર ધોવાના 300 બચાવી લીધા. બીજી તરફ કેટલાક યુઝર્સ તેમને ટ્રોલ કરતાં પણ જોવા મળ્યા. એક યુઝરે ટિપ્પણી કરી કે જો નતાશાએ આવો જ વીડિયો મૂક્યો હોત તો ટ્રોલ્સ તેની પાછળ પડી જાત.
