મંગળવારે ‘હનુમાન અંશ’ પર ફરી વરસી બજરંગબલીની કૃપા: 40મા દિવસે પણ બોક્સ ઓફિસ પર કર્યું ધુઆંધાર કલેક્શન!

આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી ભવ્ય સફળતા બાદ હવે આ ફિલ્મને દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અઠવાડિયાના સામાન્ય દિવસોમાં પણ દર્શકોનો ઘસારો ઓછો થઈ રહ્યો નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 16 Sep 2026 08:39 AM (IST)Updated: Wed, 16 Sep 2026 08:39 AM (IST)
hanuman-ansh-box-office-collection-day-40-neem-karoli-baba-biopic-hit
હનુમાન અંશ બોક્સ ઓફિસ કલેક્શન

Hanuman Ansh Box Office Collection: નીમ કરોલી બાબાના દિવ્ય જીવન પર આધારિત અને વિશાલ ચતુર્વેદી દ્વારા નિર્દેશિત બાયોપિક ફિલ્મ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર સફળતાના નવા કીર્તિમાન સર કરી રહી છે. 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થયેલી આ ફિલ્મે રિલીઝના 40મા દિવસે (છઠ્ઠા મંગળવારે) પણ પોતાની કમાણીની રફ્તાર જાળવી રાખી છે. શરૂઆતમાં ધીમી શરૂઆત બાદ હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત રાજ કરી રહી છે.

મોટા બજેટની ફિલ્મો સામે પણ કમાણી અવિરત

‘હનુમાન અંશ’ની રિલીઝ બાદ સિનેમાઘરોમાં 'આવારાપન 2', 'બટવારા 1947', 'ટોક્સિક' અને 'મિર્ઝાપુર: ધ મૂવી' જેવી મોટી બોલિવૂડ ફિલ્મો આવી છતાં નીમ કરોલી બાબા પરની આ ફિલ્મને કોઈ પાછળ છોડી શક્યું નથી. Sacnilkના પ્રારંભિક ટ્રેડ રિપોર્ટ મુજબ, ફિલ્મે 40મા દિવસે દેશભરમાં અંદાજે 8,000 શોમાં ₹7 કરોડનું શાનદાર નેટ કલેક્શન કર્યું છે, જે કામકાજના સામાન્ય દિવસે પણ દર્શકોના ભારે ક્રેઝને દર્શાવે છે.

બજેટ કરતાં 100 ગણી વધુ કમાણી

અત્યાર સુધીની સૌથી વધુ નફો રળી આપનારી હિન્દી ફિલ્મોમાં ‘હનુમાન અંશ’ અગ્રસ્થાને પહોંચી ગઈ છે. માત્ર ₹2 કરોડના અલ્પ બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ₹230 કરોડથી વધુનું નેટ ડોમેસ્ટિક કલેક્શન અને ₹280 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન હાંસલ કર્યું છે. વિદેશી બજારોમાં પણ ફિલ્મ ઓવરસીઝ કલેક્શનમાં ધૂમ મચાવી રહી છે.

દક્ષિણ ભારતમાં રિલીઝ અને સિક્વેલની તૈયારી

આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી ભવ્ય સફળતા બાદ હવે આ ફિલ્મને દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અઠવાડિયાના સામાન્ય દિવસોમાં પણ દર્શકોનો ઘસારો ઓછો થઈ રહ્યો નથી. આ અદ્ભુત પ્રતિસાદને જોતાં નિર્દેશક વિશાલ ચતુર્વેદીએ આ ફિલ્મનો બીજો ભાગ (Squel) લાવવાની પણ જાહેરાત કરી દીધી છે.