નીમ કરોલી બાબાની અદ્ભુત કૃપા! 'હનુમાન અંશ' ફિલ્મે 32મા દિવસે એવી કમાણી કરી કે ટ્રેડ એનાલિસ્ટ્સ પણ ચોંકી

નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ'એ 32મા દિવસે પણ મજબૂત કમાણી કરી. રૂ. 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં 130 કરોડથી વધુનો નેટ બિઝનેસ કર્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 07 Sep 2026 10:31 PM (IST)Updated: Mon, 07 Sep 2026 10:31 PM (IST)
hanuman-ansh-box-office-130-cr-net-most-profitable-film

Hanuman Ansh Box Office Collection Day 32: બોક્સ ઓફિસ પર સામાન્ય રીતે એક મહિના પછી ફિલ્મો થિયેટરોમાંથી બહાર થઈ જતી હોય છે, પરંતુ નીમ કરોલી બાબાના જીવન અને દર્શન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' (Hanuman Ansh) દરરોજ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. કોઈ મોટી સ્ટાર કાસ્ટ કે મસમોટા બજેટ વગર રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઐતિહાસિક સફળતા મેળવી છે.

32મા દિવસે પણ કમાણીમાં મોટો ઉછાળો

પાંચમા વીકેન્ડમાં ભવ્ય પ્રદર્શન કર્યા બાદ, આ ફિલ્મે 32મા દિવસે એટલે કે પાંચમા સોમવારે (વર્કિંગ ડે હોવા છતાં) ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 7 કરોડથી વધુનો આંકડો સર કર્યો છે. રિલીઝના એક મહિના પછી પણ વીકડેઝમાં આટલી મોટી કમાણી થવી એ ટ્રેડ એનાલિસ્ટ્સ માટે પણ આશ્ચર્યજનક બાબત છે.

બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા

ફિલ્મની શરૂઆતના બે અઠવાડિયા ખૂબ જ સામાન્ય રહ્યા હતા અને કમાણી લાખોમાં જ થતી હતી. પરંતુ દર્શકોના માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીના કારણે ત્રીજા અઠવાડિયાથી ફિલ્મની કમાણીમાં અસાધારણ ઉછાળો આવ્યો હતો.

પ્રથમ અઠવાડિયું: ₹ 1.08 કરોડ

બીજું અઠવાડિયું: ₹ 40 લાખ

ત્રીજું અઠવાડિયું: ₹ 10.40 કરોડ

ચોથું અઠવાડિયું: ₹ 61 કરોડ

પાંચમું અઠવાડિયું (માત્ર 4 દિવસ): ₹ 57 કરોડ

આ સાથે જ ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન રૂ. 130 કરોડને પાર પહોંચી ગયું છે, જ્યારે ભારતનું ગ્રોસ કલેક્શન રૂ. 153 કરોડની નજીક પહોંચ્યું છે.

સૌથી વધુ પ્રોફિટેબલ ફિલ્મ બની

માત્ર ₹ 2 કરોડના મામૂલી ખર્ચે બનેલી 'હનુમાન અંશ' ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી વધુ પ્રોફિટ આપનારી ફિલ્મોમાંથી એક બની ગઈ છે. વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સોભિનવ સત્યાએ નીમ કરોલી બાબાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની સરળ વાર્તા, આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ અને દમદાર અભિનયને ક્રિટિક્સ અને પ્રેક્ષકો તરફથી ભારે સરાહના મળી રહી છે.