Nasoor Review: મરતા મરતા જીવી રહેલા પતિ-પત્નીના સંબંધો પરની ફિલ્મ, હિતુ કનોડિયાના ફેને અચૂક જોવી

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 22 Feb 2024 01:23 PM (IST)Updated: Thu, 22 Feb 2024 01:23 PM (IST)
gujarati-movie-nasoor-review-starring-hitu-kanodia-nilam-panchal-jaivik-mehta

Nasoor Movie Review: ગઈકાલે ગુજરાતી ફિલ્મ નાસૂરના પ્રિમિયર શોનું આયોજન કરાયું હતું. જેમા ફિલ્મના તમામ કલાકારોએ હાજરી આપી હતી. સમાજમાં થતા આત્મહત્યાના કેસ અને પતિ-પત્ની વચ્ચેના છૂટાછેડાના કેસ પાછળની મનોસ્થિતિને આ ફિલ્મમાં વર્ણવામાં આવી છે. લગ્નજીવન કોઈ એકની મરજી મુજબ ન ચાલે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. પતિ સમજે કે પત્નીને પૈસા આપી દો એટલે બધુ આવી ગયું પરંતુ વાસ્તવમાં પૈસા બધુ નથી.

ફિલ્મની વાત કરીએ તો કાજલ મહેતા દ્વારા વર્તમાન સમયને અનુરૂપ કહાની લખવામાં આવી છે. જેમા સુખી લગ્નજીવન માટે શું જરૂરી છે અને સબંધો વણસે ત્યારે પરિવારની કેવી સ્થિતિ હોય તે આ ફિલ્મમાં છે. રિશિલ જોષીનું ડાયરેક્શન પણ ફિલ્મમાં સારું છે.

અભિનયની વાત કરીએ તો બિઝનેસમેન હર્ષ વર્ધનની ભૂમિકામાં હિતુ કનોડિયાનો અભિનય ફિલ્મમાં છેક સુધી તમને જોવા મજબૂર કરી દે તેવો છે. હિતુ કનોડિયાએ ડિપ્રેશનનો શિકાર બનેલા બિઝનેસમેનના પાત્રને બખૂબી ભજવ્યું છે. તેની આસપાસ જ સમગ્ર ફિલ્મ છે અને આખી ફિલ્મમાં તેનો રોલ બધા પર ભારે પડે છે. સંબંધોના ભારમાં હર્ષ વર્ધન એટલા બધા ડિપ્રેશનમાં જતો રહે છે કે પોતાના જન્મ દિવસ પર રાખેલી પાર્ટીમાં જ જવાની ના પાડી દે છે.

naidunia_image

ફિલ્મમાં સાથે નિલમ પંચાન, હીના જયકિશન, ડેનિશા ઠુમરા, હેમિલ ત્રિવેદી અને વૈશાખ રતનબેન રાઠોડ દરેકે પોતાના પાત્રને પુરતો ન્યાય આપ્યો છે. હિતુ કનોડિયાના અભિયન પર વાત કરીએ તો તેના પિતાની છાપ સાથે અભિનય શરૂ કરનાર આ હિતુ સદંતર બદલાઈ ગયો છે. પોતાના દમદાર પ્રતિભાથી પોતાના પ્રતિસ્પર્ધીઓને જબદસ્ત ચેલેન્જ આપી છે. એમના રોલના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. હીતેન કુમારે ખુદ કહ્યું હતું કે મને હીતુનો અભિનય જોઈને તેની ઈર્ષા થાય છે. ફિલ્મમાં હિતુ તમને સતત સિગારેટ પિતો અને વીડિયો ગેમ રમતો જોવા મળશે. મોતની શોધમાં તે દરેક વસ્તુ કરે છે પરંતુ મોત થોડું સહેલું છે.

ફિલ્મમાં મનોરંજન મળશે એવા હેતુથી ફિલ્મ જોવા જનાર માટે આ ફિલ્મ નથી. આ ફિલ્મની શરૂઆત જ ગંભીર સીન સાથે થાય છે. આખી ફિલ્મમાં છેલ્લી બે મિનિટને બાદ કરતા આખું થિયેટર તમને સાયલન્ટ જોવા મળશે. ફિલ્મ ગંભીર હોવા છતા તમને છેક સુધી છોડીને જવાનું મન નહીં થાય.