Laalo Box Office Collection: ઐતિહાસિક સફળતા તરફ 'લાલો': 80મા દિવસે કલેક્શનમાં નોંધપાત્ર ઉછાળો, બનાવ્યો નવો રેકોર્ડ

ગુજરાતી ફિલ્મ લાલોની કમાણીમાં સારો એવો ગ્રોથ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં ભારતમાં 95.35 કરોડ અને વિશ્વકક્ષાએ 120.34 કરોડની કમાણી કરી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 09:48 AM (IST)Updated: Mon 29 Dec 2025 09:48 AM (IST)
gujarati-film-laalo-krishna-sada-sahaayate-earns-rs-21-lakhs-on-day-80-663903

Laalo Box Office Collection Day 80: ફિલ્મ લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે ની ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મ બની ત્યારે કોઈને કલ્પના પણ નહી કરી હોય કે તે, ગુજરાતી ફિલ્મ જગતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની જશે. ભલે તેની શરુઆત ગોકળગાયની ગતીએ થઇ હોય, પરંતુ ફિલ્મ રિલીઝ થયાના 12 અઠવાડિયા પછી, ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબુત પકડ બનાવીને ચાલી રહી છે.

ગુજરાતી ફિલ્મ લાલો ફિલ્મની ચર્ચા

હાલની સ્થિતિ જોતા ગુજરાતમાં તમામ થિયેટરોમાં દરરોજના સૌથી વધુ ફિલ્મ 'લાલો' ના શો જોવા મળી રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે આ ફિલ્મ જોવ જવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકો આ ફિલ્મ નિહાળવા માટે મોંઘી ટિકીટો ખરીદીને જઇ રહ્યા છે. લોકોને આ ફિલ્મ ભાવૂક કરી મુકે તેવી છે, દર્શકોને ફિલ્મના સ્ટાર કાસ્ટની એક્ટિંગ તેમજ તેમાં રહેલા ગીત પણ ખુબજ પસંદ આવી રહ્યા છે. તેમજ વિદેશોમાં પણ ફિલ્મ લાલો ના શો જોવા મળી રહ્યો છે.

ફિલ્મ લાલોની 80 મા દિવસની કમાણી

ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' ની ભલે શરૂઆત ધીમી થઇ હોય, પરંતુ જેમ જેમ દિવસો વિતી રહ્યા છે, તેમ તેમ કમાણીમાં નવા રેકોર્ડ બનતા જોવા મળી રહ્યા છે. sacnilk ના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ 'લાલો' એ 80 મા દિવસે એટલે કે 12 રવિવારે સિનેમાઘરોમાં 21 લાખની કમાણી કરી છે. આમ અત્યાર સુધી આ ગુજરાતી ફિલ્મે ભારતમાં 95.35 કરોડની કમાણી કરી છે. અને Worldwide કલેક્શન 120.34 કરોડ થયું છે.

સ્ટારકાસ્ટ:

  • રીવા રાચ્છ
  • અંશુ જોશી
  • શ્રીહદ ગોસ્વામી
  • કરણ જોશી
  • કિન્નલ નાયક

દિગ્દર્શક:

  • અંકિત સખીયા

પ્રોડક્શન કંપની:

  • સોલ સૂત્ર
  • આરડી બ્રધર્સ મૂવીઝ
  • મેનિફેસ્ટ ફિલ્મો