3 Ekka Collection: હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ '3 એક્કા'એ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે. ફિલ્મને દર્શકો તરફ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજેશ શર્મા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ '3 એક્કા'માં મલ્હાર ઠાકર, યશ સોની, મિત્રા ગઢવી, એશા કંસારા, કિંજલ રાજપરિયા અને તર્જની ભાડલા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં શાનદાર પ્રદર્શન કરતા કુલ 5.80 કરોડનું કલેક્શન કર્યું છે.
જણાવી દઈએ કે, ફિલ્મ 3 એક્કા એ ઓપનિંગ ડેના દિવસે રૂ. 1.15 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. ફિલ્મને શનિવાર અને રવિવારે માઉથ પબ્લિસિટીનો ફાયદો મળ્યો હતો. ફિલ્મે બીજા દિવસે રૂ. 1.90 કરોડ અને ત્રીજા દિવસે રૂ. 2.75 કરોડના કલેક્શન કર્યું છે. હવે મેકર્સને આગામી સમયમાં પણ ફિલ્મથી સારા કલેક્શનની આશા છે.
'3 એક્કા'ની અત્યાર સુધીની કમાણી
- 25 ઓગસ્ટ – 1.15 કરોડ
- 26 ઓગસ્ટ – 1.90 કરોડ
- 27 ઓગસ્ટ – 2.75 કરોડ
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
