Gujarati Film Laalo: શ્રીકૃષ્ણના આશીર્વાદથી ગુજરાતી ફિલ્મ 'લાલો' વિશ્વભરમાં ધૂમમચાવી રહી છે. તેમા કેનેડાની તો વાત જ ન થાય. લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડના આંકડાને પાર કરીને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. ગુજરાતી જાગૃતના અહેવાલ મુજબ, આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેણે આવું અભૂતપૂર્વ કમાણીનો રેકોર્ડ સ્થાપ્યો છે.
કેનેડામાં 'લાલો'ની ક્રેઝ જોઈને તો દિલ ખુશ થઈ જાય છે. ત્રીજા સપ્તાહમાં પ્રવેશ કરી રહેલી આ ફિલ્મ હાલ 550થી વધુ સ્ક્રીન પર ચાલી રહી છે, જે એક અદ્ભુત સફળતા છે. લોકો આ ફિલ્મના વાર્તાલાપ, ગીતો અને કલાકારોના અભિનય પર મોહિત થયા છે. દર્શકોના અભુતપૂર્વ પ્રતિસાદથી થિયેટરોમાં હાઉસફુલ શો ચાલુ છે. ઘણા દર્શકો કહે છે કે 'લાલો' જેવી ફિલ્મ ગુજરાતી સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરે છે, જેમાં શ્રીકૃષ્ણની ભક્તિ અને જીવનના મૂલ્યોનું સુંદર ચિત્રણ છે. આ ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો માટે આ સફચલતા એક સ્વપ્ન જેવી છે.
ઓસ્ટ્રેલિયામાં પણ 'લાલો'ની ધૂમ જોઈને ગર્વ કરવો પડે છે. સિડની, બ્રિસ્બેન, મેલબોર્ન, પર્થ, કેનબેરા, એડિલેડ સહિત 12 મુખ્ય શહેરોમાં આ ફિલ્મ 50થી વધુ સ્ક્રીન પર રજૂ થઈ રહી છે. વિદેશમાં વસતા લાખો ગુજરાતીઓ આ ફિલ્મ જોઈને માતૃભૂમીની યાદો તાજી કરી રહ્યા છે. શો પછી દર્શકોની ચર્ચા અને સોશિયલ મીડિયા પરના પ્રતિસાદથી સ્પષ્ટ છે કે 'લાલો' માત્ર મનોરંજન નથી, પરંતુ ભાવનાત્મક જોડાણનું માધ્યમ બની છે. ખાસ કરીને યુવા પેઢી આ ફિલ્મના ગીતો અને ડાન્સ સિક્વન્સ પર ફિ દાખવી રહી છે.
'લાલો'ની આ સફળતા ગુજરાતી સિનેમાના ભવિષ્ય માટે આશાધારક છે. વિદેશી બજારોમાં આવી પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતી વાર્તાઓ વિશ્વસ્તરે પહોંચી શકે છે. શ્રીકૃષ્ણની કૃપાથી આ ફિલ્મે માત્ર કમાણી નહીં, પરંતુ સાંસ્કૃતિક અસર પણ કરી છે. આગામી દિવસોમાં વધુ રેકોર્ડ તોડવાની આશા છે. ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે આ એક ગૌરવની વાત છે!
