Gadar Re-Release Trailer Out: છેલ્લા ઘણા સમયથી સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel)ની આગામી ફિલ્મ 'ગદર 2'ને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જો કે, આ પહેલા 22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'ગદર' ફરી ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. થોડા સમય પહેલા ઝી સ્ટુડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ત્યારે આજે આ ફિલ્મ ગદરનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ગદર: એક પ્રેમ કથાને લઈને એક પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેના કેપ્શનમાં અભિનેતાએ લખ્યું હતું કે, 'વોહી પ્રેમ, વોહી કથા, પર ઈસ બાર અલગ હોગા એહસાસ! ગદર: એક પ્રેમ કથા ફરી એકવાર સિનેમાઘરોમાં આવી રહી છે. 9 જૂનના રોજ 4K અને ડોલ્બી એટમોસ સાઉન્ડની સાથે ફિલ્મ રિલીઝ થશે. તે પણ લિમિટેડ પીરિયડ માટે.'
ફિલ્મ ગદર: એક પ્રેમ કથા 15 જૂન 2001ના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મની સ્ટોરી, ઉત્કૃષ્ઠ અભિનય અને શાનદાર એક્શન સીનના કારણે આ ફિલ્મ છવાઇ ગઈ હતી. ત્યારે ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા ગદરની સિક્વલ લઈને આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ વખતે પણ તારા સિંહ અને સકીનાની ભૂમિકા સની દેઓલ અને અમિષા પટેલ જ ભજવી રહ્યા છે.

ફિલ્મ ગદર 2 ભારત-પાકિસ્તાનના એન્ગલને આગળ વધારશે અને સિક્વલ તારા સિંહ અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ ફરશે. ફિલ્મમાં તેમના પુત્રનો રોલ કરી રહેલા બાળ કલાકાર ઉત્કર્ષ શર્મા પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા મનીષ વાધવા વિલનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો