Sanjay Gupta Death: દિગ્દર્શક સંજય ગુપ્તાનું નિધન: 'શૂટઆઉટ એટ વડાલા' અને 'કાબિલ' જેવી હિટ ફિલ્મો આપી હતી

નિર્માતા અને દિગ્દર્શક અશોક પંડિતે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સંજય ગુપ્તાના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે આ સમાચાર અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 31 Oct 2026 12:33 PM (IST)Updated: Sat, 31 Oct 2026 12:33 PM (IST)
filmmaker-sanjay-gupta-passes-away-at-57-bollywood-mourns
સંજય ગુપ્તાનું નિધન

Sanjay Gupta Passes Away: બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાંથી એક અત્યંત આઘાતજનક અને શોકિંગ સમાચાર સામે આવ્યા છે. 'કાબિલ', 'મુંબઈ સાગા' અને 'શૂટઆઉટ એટ વડાલા' જેવી સુપરહિટ ફિલ્મોનું દિગ્દર્શન કરનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક સંજય ગુપ્તાનું 57 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. તેમના આ પ્રકારે અચાનક દુનિયા છોડી જવાથી સમગ્ર બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને કલાકારો તથા ચાહકોમાં આઘાતની લાગણી છવાઈ ગઈ છે. ફિલ્મમેકર અશોક પંડિતે સોશિયલ મીડિયા પર તેમના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે.

માથામાં ગંભીર ઈજા થવાને કારણે થયું નિધન

નિર્માતા અને દિગ્દર્શક અશોક પંડિતે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સંજય ગુપ્તાના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે આ સમાચાર અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેમનું અવસાન થયું હતું. અશોક પંડિતે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે સંજય ગુપ્તા એક કુશળ દિગ્દર્શક, ઉત્તમ વાર્તાકાર અને ફિલ્મ નિર્માણ પ્રત્યે અપાર ઉત્સાહ ધરાવનાર વ્યક્તિ હતા. તેમની વિદાયથી ઉદ્યોગને ક્યારેય ના ભરાય તેવી મોટી ખોટ પડી છે.

'આતિશ' ફિલ્મથી શરૂ કરી હતી દિગ્દર્શનની સફર

સંજય ગુપ્તાએ પોતાની દીર્ઘ કારકિર્દી દરમિયાન સિનેમા જગતને અનેક યાદગાર ફિલ્મો આપી છે. તેમણે વર્ષ 1994માં આવેલી એક્શનથી ભરપૂર ફિલ્મ 'આતિશ: ફીલ ધ ફાયર' (Aatish: Feel the Fire) થી પોતાના ડાયરેક્શન કરિયરની શાનદાર શરૂઆત કરી હતી. સંજય દત્ત અને આદિત્ય પંચોલી અભિનીત આ ફિલ્મને તેના ધારદાર સંવાદો, દમદાર એક્શન દ્રશ્યો અને આકર્ષક પટકથા માટે ભારે પ્રશંસા મળી હતી.

તેમણે મુખ્યત્વે મુંબઈ અંડરવર્લ્ડ, ક્રાઈમ ડ્રામા અને એક્શન થ્રિલર શૈલીની ફિલ્મો પર વિશેષ પ્રભુત્વ જમાવ્યું હતું. સંજય ગુપ્તાની કારકિર્દીની સૌથી પ્રસિદ્ધ ફિલ્મોમાં 'કાંટે', 'જંગ', 'ખૌફ', 'મુસાફિર', 'દસ કહાનિયાં', ઐશ્વર્યા રાય અભિનીત 'જઝબા', રિતિક રોશન અભિનીત 'કાબિલ' અને 'શૂટઆઉટ એટ વડાલા' (જેમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા) નો સમાવેશ થાય છે. દાયકાઓ સુધી તેમણે પોતાની અનન્ય શૈલીથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.