Cooli Trailer: 'કુલી' ફિલ્મનું એક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ, 14 ઓગસ્ટે રજ્નીકાંત અને ઋત્વિક રોશન વચ્ચે બૉક્સ ઑફિસ પર થશે ટક્કર

એક તરફ 'વૉર 2' સ્પાઈ થ્રીલર છે, તો બીજી તરફ રજ્નીકાંતની ફિલ્મ 'કુલી' ગેંગસ્ટર ડ્રામા છે. આ બન્ને ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 Aug 2025 10:22 PM (IST)Updated: Sat, 02 Aug 2025 10:22 PM (IST)
entertainment-news-rajinikanth-coolie-film-trailer-our-release-on-14th-august-with-war-2
HIGHLIGHTS
  • 'કુલી'નું ટ્રેલર રિલીઝ થતાં જ લાખોમાં વ્યૂઝ પહોંચી ગયા
  • રજ્નીકાંતની ફિલ્મમાં આમિર ખાન અને નાગાર્જુનનો એક્શન અવતાર

Entertainment News: સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજ્નીકાંતની (Rajinikanth) ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ 'કુલી'નું ટ્રેલર (Coolie Trailer) આજે ફિલ્મ મેકર્સ દ્વારા રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થયાને એક કલાક પણ નથી થયો, ત્યાં તો તેના વ્યૂઝ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

રજ્નીકાંતની ફિલ્મો માસ લેવલની હોવાથી ઑડિયન્સમાં તેનો ક્રેઝ હોય, તે સ્વાભાવિક છે. 'કુલી' પણ એક આવી જ ફિલ્મ છે, જેમાં રજ્નીકાંત સિવાય પણ અન્ય અનેક સ્ટાર્સ એક જ ફ્રેમમાં જોવા મળી રહ્યા છે.

સરપ્રાઈઝથી ભરપુર ટ્રેલર રિલીઝ
3 મિનિટ અને 2 સેકન્ડના એક્શનથી ભરપુર ટ્રેલરમાં તમને એક એકથી ચડિયાતી સરપ્રાઈઝ જોવા મળશે. ટ્રેલરની શરૂઆત થાય છે 14000 કુલીઓની સાથે, જેમાં વિલન માત્ર એક જ કુલીને શોધી રહ્યો છે. જે બાદ નાગાર્જુન અને આમિર ખાનનો બેક શૉટ જોવા મળે છે. ટ્રેલરમાં આમિર ખાન અને નાગાર્જુનનો એક્શન અવતાર પણ લોકોને સરપ્રાઈઝ કરી દેશે.

'કુલી' અને 'વૉર 2' વચ્ચે બૉક્સ ઑફિસ પર ટક્કર
આ ફિલ્મ આગામી 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે 'વૉર 2' સાથે બૉક્સ ઑફિસ પર ટક્કર લેશે. એક તરફ વૉર 2 સ્પાઈ થ્રીલર છે, તો બીજી તરફ રજ્નીકાંતની ફિલ્મ ગેંગસ્ટર ડ્રામા છે. આ બન્ને ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે.

એકતરફ 'કુલી'માં રજ્નીકાંત, આમિર ખાન અને નાગાર્જુન ઉપરાંત સત્યરાજ, ઉપેન્દ્ર, શ્રુતિ હાસન મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે 'વૉર 2' ઋત્વિક રોશન અને જુનિયર NTR અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ઋત્વિક અને રજ્નીકાંતમાં કોણ બહેતર?
તાજેતરમાંજ વૉર 2નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું હતુ. જેમાં ઋત્વિક રોશન અને જુનિયર NTRની ધાંસુ એક્શન જોવા મળે છે. જો કે ટ્રેલર ઉપરથી જ આપણને આખી ફિલ્મની સ્ટોરીનો આછેરો અંદાજ આવી જાય છે. બીજી તરફ કુલીના ટ્રેલરમાં આવું નથી અને ફિલ્મ જોવાનું સસ્પેન્સ જળવાઈ રહે છે.

એક તરફ વૉર 2માં ભરપુર એક્શનની સાથે-સાથે VFXનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેની હાઈ ક્વોલિટી નથી લાગતી. જ્યારે કુલી ફિલ્મની એક્શન વાસ્તવિક્તાની નજીક લાકે છે.

વૉર 2માં ઋત્વિક રોશન અને જુનિયર NTRના લુક્સમાં કઈ નવું કરવાનો પ્રયાસ નથી થયો, જ્યારે કુલીમાં આમિર ખાનનો નવો લુક દર્શકોને થિયેટરમાં ખેંચી લાવા પુરતો છે.

રજ્નીકાંત એક એવા સુપરસ્ટાર છે, તેમની ફેન ફૉલોઈંગ સાઉથ તેમજ નોર્થ બન્નેમાં જબરદસ્ત છે. બીજી તરફ જુનિયર NTR સાઉથમાં તેમજ ઋત્વિક રોશન હિન્દી બેલ્ટમાં લોકપ્રિય ખરા, પરંતુ સરખામણી કરીએ તો થલાઈવાનો હાથ ઉપર છે.