Pink Ball: બ્રિટિશ મ્યુઝીયમમાં ઈશા અંબાણી 35 જેટલા કારીગરોએ પાંચ મહિનામાં તૈયાર કરેલો ડ્રેસ પહેરી છવાઈ ગઈ, જુઓ તસવીરો

ઈશાના ડ્રેસમાં ગોલ્ડની જગ્યાએ ગુલાબી જરદોશીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે માતા નીતા અંબાણીએ કાંચીપુરમના કારીગર દ્વારા હાથેથી બનાવવામાં આવેલી કાંજીવરમ સાડી પહેરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Oct 2025 08:12 PM (IST)Updated: Fri, 24 Oct 2025 08:12 PM (IST)
entertainment-news-isha-ambani-british-museums-pink-ball
HIGHLIGHTS
  • પિન્ક બૉલ કાર્યક્રમમાં દુનિયાની અનેક જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહી
  • ઈશાનો ડ્રેસ ફેશન ડિઝાઈનર સંદિપ ખોસલા-અબુ જાની દ્વારા તૈયાર કરાયો

British Museum Pink Ball: ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમનું પહેલા પિંક બૉલનું (Pink Ball) આયોજન કરવામાં આવ્યું હતુ. આ ફંડ રેઈઝિંગ કાર્યક્રમ કલા, ફેશન અને સંસ્કૃતિને સમર્પિત છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની (Isha Ambani)અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં નાઓમી કેમ્પબેલ, એડવર્ડ એનિનફૂલ સહિત દેશ-દુનિયાની અનેક જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહી હતી.

'પિંક બૉલ' કાર્યક્રમ દુનિયાભરના મહાનુભાવોના ફેશનલુકના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. ખાસ કરીને નીતા અંબાણી અને તેમની દીકરી ઈશા અંબાણીએ પોતાના ફેશનેબલ લુકથી સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ.

જો ઈશા અંબાણીના લુકની વાત કરીએ તો, તેણે જાણીતા ફેશન ડિઝાઈનર અબુ જાની-સંદિપ ખોસલા દ્વારા તૈયાર કરવામાં આવેલો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસને 35 જેટલા કારીગરો દ્વારા લગભગ 3670 કલાકમાં પોતાના હાથથી તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રેસમાં ગોલ્ડની જગ્યાએ પહેલીવાર ગુલાબી જરદોશીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખૂબ જ બારીક ભરતકામ કરવામાં આવ્યું છે.

naidunia_image

ફેશન ડિઝાઈનર દ્વારા બનાવવામાં આવેલ કોલમ સ્કર્ટમાં ઈશા અંબાણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પોતાના લુકને વધુ આકર્ષક બનાવવા માટે ઈશાએ માતા નીતા અંબાણીના કલેક્શનમાંથી પિન્ક આઉટફિટને પરફેક્ટ કોન્ટ્રાસ આપતી એમેરાલ્ડ જ્વેલરી પહેરી છે.

naidunia_image

આ અંગે ઈશાની સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફે જણાવ્યું કે, પિન્ક અને ગ્રીનનું કોમ્બિનેશન કાયમ ક્લાસિક અને રૉયલ રહ્યું છે. જે ઈશાના લુકની ઓળખ બન્યું છે. આ પિંક બોલ આઉટફિટ સાથે ઈશાએ મેકઅપમાં શિમરી પિન્ક આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર અને ગ્લોસી લિપ્સવાળો નેચરલ પણ ગ્લેમ લુક રાખ્યો હતો. આ સાથે જ ઈશાએ હાફ અપ ટ્વિસ્ટેડ ક્રાઉન બ્રેડ હેર સ્ટાઈલ સાથે પોતાના લુકને કમ્પ્લિટ કર્યો છે.

naidunia_image

આ અવસરે ઈશાની માતા નીતા અંબાણીએ કાંજીવરમ સાડી પહેરી. જેને કાંચીપુરમના 68 વર્ષીય કારીગર આર.વરદને પોતાના હાથેથી બનાવી છે. મુલબેરી સિલ્ક અને શુદ્ધ સોનાની જરીની મદદથી બનેલી આ સાડી ભારતીય શિલ્પ અને કલાનું ઉત્તમ ઉદાહરણ હતુ. જેને ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી હતી.

naidunia_image

જણાવી દઈએ કે, ઈશા અંબાણી LACMA, સ્મિથસોનીઅન્સ નેશનલ મ્યુઝિયમ ઑફ એશિયન રાર્ટ અને યેલે સચવાર્જમાન સેન્ટર સાથે સંકળાયેલી છે. અગાઉ ઈશા સર્પેન્ટાઈન સમર પાર્ટી 2025ની પણ અધ્યક્ષ રહી છે. ભારતની કલા દુનિયાના ખુણે-ખુણા સુધી પહોંચાડવા માટે ઈશા અંબાણી સતત પ્રયાસ કરી રહી છે.

naidunia_image