Entertainment News: સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાની મુશ્કેલી વધી, અણછાજતી ટિપ્પણીને લઈને SC-ST એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ

સૂર્યાની ફિલ્મ 'રેટ્રો'ના પ્રી-રિલીઝ પ્રમોશન દરમિયાન વિજય દેવરકોંડાએ કરેલી ટિપ્પણીના કારણે આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચી હોવાનો દાવો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Jun 2025 05:15 PM (IST)Updated: Sun, 22 Jun 2025 05:15 PM (IST)
entertainment-news-in-gujarati-fir-against-south-star-vijay-deverakonda-for-comment-on-tribal-community
HIGHLIGHTS
  • આદિવાસી સમાજનું અપમાન કરવાનો આરોપ
  • રાયદુર્ગમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ

Entertainment News: મનોરંજન જગત સાથે સંકળાયેલી વ્યક્તિઓ સતત કોઈને કોઈ વિવાદોમાં સપડાતી જ રહે છે. બૉલિવૂડ ઉપરાંત સાઉથના સ્ટાર્સ પણ પોતાના વિવાદિત નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે, ત્યારે આજ કડીમાં વધુ એક સાઉથ અભિનેતા વિજય દેવરકોંડાનું (Vijay deverakonda)નામ ઉમેરાયું છે. જેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. હંમેશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહેતો વિજય દેવરકોંડા માટે આ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં સાઉથના દિગ્ગજ અભિનેતા સૂર્યાની ફિલ્મ 'રેટ્રો' રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું પ્રમોશન વિજય દેવરકોંડાએ પણ કર્યું હતુ. આ સમયે વિજયે આદિવાસી સમાજને લઈને કોઈ ટિપ્પણી કરી હતી, જેને લઈને વિવાદ વકર્યો છે. આદિવાસી સમાજમાં વિજય દેવરકોંડા વિરુદ્ધ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને તેમણે અભિનેતા વિરુદ્ધ FIR પર દાખલ કરાવી દીધી છે.

સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા વિરુદ્ધ આદિવાસી સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાના આરોપમાં SC\ST એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સંદર્ભે આદિવાસી સમાજના અધ્યક્ષ નેનાવથ અશોકકુમાર નાઈક દ્વારા એક્શન લેવામાં આવી છે. તેમણે કરેલા દાવા પ્રમાણે, રેટો ફિલ્મના પ્રી-રિલીઝ પ્રમોશન દરમિયાન વિજય દેવરકોંડાએ આદિવાસી સમાજનું અપમાન કરતાં વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલે સાયબરાબાદના રાયદુર્ગમ પોલીસ સ્ટેશનમાં અભિનેતા વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.