દિલ્હીમાં જ 30 ઓક્ટોબરના રોજ યોજાશે દિલજીત દોસાંજનો કોન્સર્ટ, વિવાદ બાદ દિલ્હી પોલીસ તરફથી મળી આખરી મંજૂરી

દિલજીત દોસાંજના ફેન્સ માટે રાહતના સમાચાર. દિલ્હી પોલીસે સુરક્ષા સમીક્ષા બાદ 30 ઓક્ટોબરના કોન્સર્ટને આપી મંજૂરી. જાણો ટિકિટના દર અને આગામી શિડ્યુલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 23 Oct 2026 06:28 PM (IST)Updated: Fri, 23 Oct 2026 06:28 PM (IST)
diljit-dosanjh-delhi-concert-gets-final-police-approval

Diljit Dosanjh Delhi Concert: પંજાબી ગાયક અને ગ્લોબલ રોકસ્ટાર દિલજીત દોસાંજના ફેન્સ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારા તેમના લાઈવ કોન્સર્ટને લઈને સર્જાયેલી અસમંજસની સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે. દિલ્હી પોલીસ સાથેની શ્રેણીબદ્ધ બેઠકો બાદ કોન્સર્ટ માટે જરૂરી પરમિશન આપી દેવામાં આવી છે.

અગાઉ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના કારણોસર આ કાર્યક્રમને પરવાનગી આપવા સામે પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, ટિકિટિંગ પાર્ટનર BookMyShow અને આયોજકોએ સ્પષ્ટતા કરી છે કે શો ક્યારેય રદ કરવામાં આવ્યો નહોતો. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક માટે વધારાના આયોજનની માંગ કરી હતી.

આયોજકો દ્વારા સુરક્ષા ચાર્ટ અને વિગતવાર રોડમેપ રજૂ કરાયા બાદ પોલીસે કાર્યક્રમ માટે લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણયથી તે તમામ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે જેઓ લાંબા સમયથી આ ઈવેન્ટની રાહ જોઈ રહ્યા હતા.

 

ભારતમાં આ શહેરોમાં ગુંજશે દિલજીતનો અવાજ

  • 30 ઓક્ટોબર: દિલ્હી
  • 15 નવેમ્બર: ઈન્દોર (C21 એસ્ટેટ)
  • 21 નવેમ્બર: અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
  • 27 નવેમ્બર: મુંબઈ (મહાલક્ષ્મી રેસ કોર્સ)
  • 29 નવેમ્બર: બેંગલુરુ (નાઈસ ગ્રાઉન્ડ)
  • 5 ડિસેમ્બર: લખનઉ (19મું નેશનલ જંબૂરી ગ્રાઉન્ડ)
  • (ચંડીગઢના કાર્યક્રમની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે)

મળતી માહિતી મુજબ, આ શો માટે ટિકિટના ભાવ ₹6,499 થી શરૂ થઈને VIP કેટેગરી માટે ₹15,999 સુધી રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં મંજૂરી મળતાની સાથે જ હવે અન્ય શહેરોમાં પણ શોને લઈને ફેન્સનો ક્રેઝ બમણો થઈ ગયો છે.