Dhanashree Verma Yuzvendra Chahal Divorce: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ડાન્સર-ક્રિએટર ધનશ્રી વર્માના વર્ષ 2025ના છૂટાછેડા દેશની સૌથી ચર્ચિત ઘટનાઓમાંથી એક રહ્યા છે. તાજેતરમાં ધનશ્રીએ હ્યુમન્સ ઓફ બોમ્બે શોમાં પહેલીવાર ખુલીને આ વિશે વાત કરી છે. ખાસ કરીને કોર્ટની સુનાવણી દરમિયાન ચહલે પહેરેલી "Be Your Own Sugar Daddy" લખેલી ટી-શર્ટ પર તેણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
વિવાદ છતાં તૂટી પડવાને બદલે આગળ વધવાનો નિર્ણય કર્યો
ચહલે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે આ ટી શર્ટ ધનશ્રી માટે તેમનો છેલ્લો મેસેજ હતો. આ અંગે ધનશ્રીએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે અરે ભાઈ, વોટ્સએપ કરી દેતા… ટી-શર્ટ શા માટે પહેરવી પડી?. ધનશ્રીએ જણાવ્યું કે તે દિવસ તેમના માટે ખૂબ ભાવુક હતો અને ચહલની ટી-શર્ટ જોઈને તે ભાવુક થઈ ગઈ હતી અને કાંપી રહી હતી. આ વિવાદ છતાં તેણે તૂટી પડવાને બદલે પોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.
ધનશ્રીએ સમાજમાં મહિલાઓ પર લગ્નને કોઈપણ ભોગે જાળવી રાખવા માટેના દબાણ વિશે પણ વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, છૂટાછેડા ક્યારેય સરળ હોતા નથી અને તેને કોઈ ઉત્સવની જેમ ઉજવવા ન જોઈએ. તેણે પરિસ્થિતિને ગૌરવ અને સન્માન સાથે સંભાળવાનું પસંદ કર્યું, ભલે તે કેટલું પણ પીડાદાયક હોય. ધનશ્રીએ કહ્યું કે, પીડા અને દુઃખને સ્વીકારવું જરૂરી છે, પરંતુ અલગ થવું એ કોઈને અપમાનિત કરવાનું બહાનું ન બનવું જોઈએ.
