અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે તો દીપિકા પાદુકોણની એક પણ ફિલ્મ મોટા પડદે રિલીઝ થઈ નથી. બ્રહ્માસ્ત્રમાં તેનો કેમિયો જરુર હતો. તેની એક માત્ર ફિલ્મ 2022માં આવી છે, તે છે ગેહરાઈઆ. તે ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. જેમાં તેના બોલ્ડ સ્ક્રિન અંગે તે ખૂબ ચર્ચામાં આવી હતી. આ વર્ષના અંતે પઠાણ ફિલ્મના સોન્ગ બાબતે થોડો વિવાદ ઉભો થયો છે. જેમાં તે ચર્ચામાં આવી છે. વર્ષ 2022 તો તેનું ઠીકઠાક રહ્યું છે, પરંતુ 2023માં કે રુપેરી પડદે ધૂમ મચાવતી જોવા મળશે.
કેવું રહેશે 2023નું વર્ષ
કુંડળી પ્રમાણે જોવા જઈએ તો દીપિકાની સાચી રાશિ તુલા છે. તેનું નામ રાશિ પ્રમાણે નથી. દીપિકા ઉપર રાશિ મીન છે. આ બંનેની શુભ-અશુભ બાબતો દીપિકાને અસર કરે. આ વર્ષે તેની એક્ટિંગ ખૂબ જ ધૂમ મચાવશે. વિવાદોમાં પણ થઈ શકે છે.

શનિનું રાશિ પરિવર્તન લાભ કરાવશે
તેની ફિલ્મ જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવાની છે. 17 જાન્યુઆરીએ શનિ મહારાજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જે તેના માટે શુભ બાબત છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહેશે. એપ્રિલ મહિનામાં ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી મેષ રાશિમાં પ્રવેશશે. તેથી તે સમયમાં દિપીકાનું પ્રોડક્શન હાઉસ કોઈ મોટી ફિલ્મ લઈને આવશે અને ખૂબ પૈસા કમાશે. ટૂંકમાં આ વર્ષે દિપીકા રોકાણ કરીને પૈસા કમાશે.
ઓક્ટોબર 2023 પછી રાહુ મહારાજ મેષમાંથી મીન રાશિમાં જશે આ સમયગાળા દરમિયાન દીપિકા પાદુકોણ હોલિવુડ મૂવીઝમાં જોવા મળશે. તેના પ્રોજેક્ટ્સમાં વધારો થશે.

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મો
2023માં દીપિકા પાદુકોણ જાન્યુઆરીમાં શાહરુખ ખાન સાથે પઠાણ તેમજ જવાન ફિલ્મમાં જોવા મળશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.