Aditi Rao Hydari at Cannes 2023: હાલ ફ્રાન્સના તટીય ક્ષેત્ર ફ્રેચ રિવેરામાં 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) પોતાના અંતિમ ચરણમાં છે. આ ફિલ્મ ફેસ્ટિવલ 27 મે સુધી ચાલશે. દુનિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની હસીનાઓએ પણ પોતાનો જાદુ ફેલાવ્યો છે. ત્યારે હવે અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari)નો લુક સામે આવ્યો છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હાલમાં જ આ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર અદિતિ રાવ હૈદરી બ્લૂ ઓસ્કર ડે લા રેન્ટા ગાઉન (Oscar De La Renta Gown)માં પહોંચી હતી. અભિનેત્રીના આ લુકની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. અભિનેત્રી આ લુકમાં એકદમ પ્રિન્સેસ લુકમાં જોવા મળી રહી છે. આ બ્લૂ કલરના ગાઉનનો ફ્રંન્ટ અપર સ્લિવર હતો, જેમાં વર્ક પણ જોવા મળી રહ્યો છે. આ લુકની સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તે વ્હાઈટ હિલ્સમાં જોવા મળી હતી. આ લુકથી ફેન્સ ઘણા ઈમ્પ્રેસ થયા છે.
ફેન્સ અનુષ્કા શર્માના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસથી જ બોલિવૂડની અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવ્યો છે. અત્યાર સુધીમાં સારા અલી ખાન, એશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા, માનુષી છિલ્લર, મૃણાલ ઠાકુર, ઐશ્વર્યા રાય બચ્ચન, મૌની રોય અને શ્રુતિ હાસન પોતાનો જલવો બતાવી ચૂકી છે. અભિનેત્રીઓની ખૂબસૂરત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો