Sidharth-Kiara Wedding: બોલિવૂડનું સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આવતીકાલે એટલે કે 6 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યું છે. આ માટે રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. કિયારા અને સિદ્ધાર્થ ગઈકાલે સાંજે જેસલમેર પહોંચી ગયા છે. આ કપલ અલગ-અલગ સમયે એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આજથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. હવે સમાચાર મળી રહ્યા છે કે અંબાણી પરિવાર પણ ટૂંક સમયમાં સિદ્ધાર્થ-કિયારાના લગ્ન સ્થળ પર પહોંચવાનો છે.
હાલમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા માટે એરપોર્ટ પર અનેક વાહનો જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવાર સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં હાજરી આપવા માટે ગમે ત્યારે જેસલમેર જવા રવાના થઈ શકે છે.
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને કિયારા અડવાણી બેસ્ટ ફ્રેન્ડ છે. બંનેએ સાથે અભ્યાસ કર્યો છે. ઈશા અંબાણીની સગાઈના અવસર પર કિયારાએ તેની બાળપણના મિત્ર માટે ખૂબ જ ઈમોશનલ નોટ લખીને ઘણો પ્રેમ વરસાવ્યો હતો. મળતી માહિતી મુજબ, કિયારાના ખાસ દિવસ માટે ઈશા પણ ખાસ અંદાજમાં જેસલમેર આવવાની છે.
સિદ્ધાર્થ-કિયારાના લગ્નના ફંક્શનને સ્પેશલ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બંનેના લગ્નની વિધિ આજથી શરૂ થશે, ગણેશ સ્થાપના બાદ મહેંદી અને હલ્દી સેરેમની થશે. આ પછી સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. કિયારા અને સિદ્ધાર્થ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા ફરશે. મળતી માહિતી મુજબ, લગ્ન બાદ 7 ફેબ્રુઆરીએ ભવ્ય પાર્ટી યોજવાની વાત પણ સામે આવી રહી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી જ આ બંને પ્રેમમાં છે. ઘણી વાર બંને સાથે જોવા મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નની ચર્ચા છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો