અમદાવાદ.
Ae Watan Mere Watan Teaser: પોતાની ખૂબસૂરતીથી લોકોનું દિલ જીતી લેનારી અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) હંમેશા મીડિયાની હેડલાઇન્સમાં બની રહે છે. આજે તેની આગામી ફિલ્મ 'એ વતન મેરે વતન' નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. કન્નન અય્યર દિગ્દર્શિત આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની ઓરિજિનલ ફિલ્મ 'એ વતન મેરે વતન' માં સારા અલી ખાન એક સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળશે.
'એ વતન મેરે વતન' માં સારા ઉષા મેહતાના પાત્રમાં જોવા મળશે. ઉષાએ ભારત છોડો આંદોલન દરમિયાન સીક્રેટ ઓપરેટર બનીને દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે એક બોમ્બની કોલેજની છોકરીની કહાની છે. જે એક સ્વતંત્રતા સેનાની બની જાય છે. આ ફિલ્મ 1942 ભારત છોડો આંદોલન પર આધારિત એક ફિલ્મ છે.
'એ વતન મેરે વતન' ના ટીઝરમાં સારા અલી ખાન ઉષા મેહતાના પાત્રમાં આઝાદીથી પહેલાના રેટ્રો લુકમાં જોવા મળી રહી છે. સફેદ કલરની સાડીમાં તે એક રેડિયો સેટ કરતી જોવા મળી રહી છે.
સારા અલી ખાન પાસે હમણાં ઘણી બધી ફિલ્મો લાઇનમાં છે. નિર્દેશક અનુરાગ બાસુની ફિલ્મ ‘મેટ્રો ઇન દિનો’ માટે સારા અલી ખાને તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. સારા ‘મિશન ઇગલ’ અને ‘મેટ્રો ઇન દિનો’ સિવાય નિર્દેશક લક્ષ્મણ ઉટેકરની ફિલ્મમાં તે વિકી કૌશલ સાથે જોવા મળશે જે આ વર્ષ રિલીઝ થઇ શકે છે. વિક્રાંત મેસી સાથે સારા ફિલ્મ ‘ગેસલાઇટ’ માં જોવા મળશે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો