અમદાવાદ.
Shubman Gill-Sara Ali Khan: છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર શુભમન ગિલ અને બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. બંને અત્યાર સુધી ઘણીવાર સાથે જોવા મળ્યા છે પરંતુ બંનેએ તેમના સંબંધો પર મૌન સેવી રાખ્યું છે. હવે ફરી એકવાર બંને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ તસવીરમાં સારા અને શુભમન એકસાથે જોવા મળી રહ્યા છે.
ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રીજી T-20 મેચ રમાઇ હતી. આ મેચમાં શુભમન ગિલે પોતાની T-20I કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. ભારત આ મેચ 168 રનથી જીત્યું હતું. દરેક જગ્યાએ શુભમન ગિલની ઇનિંગ્સની વાત થઇ રહી છે. આ વચ્ચે સારા અને શુભમનની તસવીર વાયરલ થઇ ગઇ છે.
https://twitter.com/iJigneshVirani/status/1620814064246231040
સારા અને શુભમનની આ વાયરલ તસવીર ટોક ઓફ ધ ટાઉન બની છે. સારાનો આ ક્રિકેટર સાથેનો ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરમાં બંને સાથે બેઠેલા વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. બંનેની આસપાસ બીજું કોઇ જોવા નથી મળી રહ્યું. આ તસવીર કોઇ રેસ્ટોરન્ટ કે કાફેની નથી પરંતુ અમદાવાદ એરપોર્ટની હોવાનું માલૂમ પડી રહ્યું છે. આ તસવીર જોયા પછી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે સારા અને શુભમન એકસાથે પ્રાઇવેટ ટાઇમ સ્પેન્ડ કરવા માટે ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છે. ફેન્સ બંનેને સાથે જોઇને એક્સાઇડેટ જોવા મળી રહ્યા છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો