અમદાવાદ.
Tu Jhoothi Main Makkaar Trailer: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'તું જૂઠી મેં મક્કાર' નું જ્યારથી ટાઇટલ રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારથી ફેન્સ આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફેન્સ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરને પહેલીવાર એકસાથે ફિલ્મી પડદે જોવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધા વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ જોવા મળશે.
આ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી હિટ ફિલ્મો બનાવનાર ડિરેક્ટર લવ રંજને બનાવી છે. લવ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'તું જૂઠી મેં મક્કાર' ટી સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ 8 માર્ચ, 2023ના રોજ હોળીના તહેવાર પર રિલીઝ થશે.
ફિલ્મ 'તું જૂઠી મેં મક્કાર' માં બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે જ્યારે કાર્તિક આર્યન કેમિયો કરતો જોવા મળવાનો છે.
પ્યાર કા પંચનામા, આકાશવાણી, પ્યાર કા પંચનામા 2 અને સોનુ કે ટીટુ કી સ્વીટી પછી તું જૂઠી મેં મક્કાર એ લવ રંજનની ડાયરેક્ટર તરીકે 5મી ફિલ્મ છે.
રણબીર કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલ રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ ‘એનિમલ’ ને લઇને વ્યસ્ત છે. જ્યારે શ્રદ્ધા કપૂર ફિલ્મ સ્ત્રી 2ની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો