નેહા કક્કરના સપોર્ટમાં આવી ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની, ફાલ્ગુની પાઠકના સોન્ગ પર આ શું બોલી ગઇ ધનશ્રી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 28 Sep 2022 05:00 AM (IST)Updated: Wed, 28 Sep 2022 02:03 PM (IST)
bollywood-neha-kakkar-and-falguni-pathak-fight-on-o-sajna-remix-cricketer-yuzvendra-chahal-wife-dhanashree-comes-in-support-of-her-co-star-neha

અમદાવાદ.
જ્યારથી ફાલ્ગુની પાઠકનું ઓરિજિનલ સોન્ગ 'ઓ સજના'નું રિમિક્સ આવ્યું છે ત્યારથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ રિમિક્સ નેહા કક્કરે તેના અવાજમાં ગાયું છે. આ સોન્ગને લઈને બંને વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ નેહાના સોન્ગને ખરાબ કહીને તેને નિશાન બનાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક ફેન્સ એવા છે જે નેહાના સપોર્ટમાં છે. હવે તાજેતરમાં, નેહા કક્કરની કો-સ્ટાર અને યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ ફાલ્ગુની પાઠક પર નિશાન સાધતા ગાયક નેહા કક્કરને સપોર્ટ કર્યો હતો.

નેહા કક્કરના સપોર્ટમાં આવી ધનશ્રી વર્મા
નેહા કક્કર અને ફાલ્ગુની વચ્ચે ચાલી રહેલા સોશિયલ મીડિયા વોર વિશે વાત કરતા, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની અને કોરિયોગ્રાફરે કહ્યું, 'આ સોન્ગ આપણને બધાને પસંદ છે. આપણે બધા આ સોન્ગ સાંભળીને મોટા થયા છીએ. દર વર્ષે આપણે આ સોન્ગ સાંભળીએ છીએ. જ્યારે અમને જાણવા મળ્યું કે આ સોન્ગ રિક્રિએટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમે બંને ખૂબ જ એક્સાઇટેડ હતા, કારણ કે અમે જાણતા હતા કે આ સોન્ગ દરેકને પસંદ છે અને જ્યારે અમે આને રિક્રિએટ કરીશું ત્યારે લોકો તેના પર પ્રેમ વરસાવશે. અમારા મ્યુઝીશીયન જે રીતે ભેગા થયા છે, તેમણે આ સોન્ગને વધુ સારું બનાવ્યું છે. તેણે આ સોન્ગને પૂરો ન્યાય આપ્યો છે.

ધનશ્રીએ નેહા કક્કર માટે ખાસ પોસ્ટ લખી
આ ખાસ વાતચીત પહેલા જ્યારે નેહા કક્કરને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ધનશ્રી સિંગરના સપોર્ટમાં આવી અને લખ્યું, 'મારી માતાએ આ માટે કહ્યું હતું. જ્યારથી હું ઈન્ડસ્ટ્રીમાં આવી છું, મારી માતા ઈચ્છતી હતી કે હું નેહા કક્કર સાથે કામ કરું. આજે હું આ વાત દિલથી કહું છું કે નેહા માત્ર એક સારી કલાકાર જ નથી પણ ખૂબ સારી વ્યક્તિ પણ છે. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. હું ખૂબ જ ખુશ છું કે 'ઓ સજના' ટ્રેન્ડ થઇ રહ્યું છે.

ફાલ્ગુની પાઠકે આ રિમિક્સ વિશે કહી હતી આ વાત
નેહા કક્કરના રિમિક્સ વિશે વાત કરતાં ફાલ્ગુની પાઠકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, '4-5 દિવસ પછી મને રિમિક્સ સોન્ગ વિશે ખબર પડી. આ સોન્ગનું પહેલું રિએક્શન બિલકુલ સારું ન હતું. મને ફક્ત ઉલ્ટી થવાની બાકી હતી, તેવું થઇ ગયુ હતું. ફાલ્ગુની પાઠકના આ રિએક્શન બાદ નેહા કક્કરે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેને જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સોન્ગમાં નેહા કક્કર સિવાય ધનશ્રી અને પ્રિયાંક શર્મા પણ છે.