Mission Raniganj Box Office Collection Day 1: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાણીગંજ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની કહાની રિયલ લાઈફ ઈન્સિટેન્ટ પર છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે જસવંત સિંહ ગિલનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર ઘણો હાઈપ જોવા મળ્યો હતો ત્યારે જાણો ફિલ્મના પ્રથમ દિવસની કમાણી વિશે.
સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મ 'મિશન રાણીગંજ'એ પ્રથમ દિવસે માત્ર 2.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેને ઘણી જ ઓછી છે. ફિલ્મને લઈને જે પ્રકારે હાઈપ હતો, તેને લઈને લાગી રહ્યું હતું કે ફિલ્મ ઓપનિંગ ડેના રોજ સારી એવી કમાણી કરી શકે છે. જો કે, ફિલ્મે પહેલા દિવસે મુઠ્ઠીભર કમાણી કરી છે. આ ફિલ્મની સાથે ભૂમિ પેડનેકરની 'થેંક્યૂ ફોર કમિંગ' અને રાજવીર દેઓલની 'દોનો' પણ રિલીઝ થઈ છે.
ટીનુ સુરેશ દેસાઈ નિર્દેશિત અને પૂજા એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'મિશન રાણીગંજ' એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. આ સાથે જ ફિલ્મમાં કુમુદ મિશ્રા, પવન મલ્હોત્રા અને રવિ કિશન જેવા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
