Kkbkkj O Balle Balle Song Release: બોલીવૂડના મેગા સ્ટાર સલમાન ખાનની નવી ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાન(Kkbkkj) ઈદ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને સલમાનના ફેન્સ અત્યારથી જ દિવાના થયા છે. તાજેતરમાં આ ફિલ્મનું નવુ સોન્ગ ઓ બલ્લે બલ્લે રિલીઝ કરવામાં આવ્યું છે. જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.
'ઓ બલ્લે બલ્લે' ગીત રિલીઝ
તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે. દરમિયાન, હવે ફિલ્મનું નવું ગીત 'ઓ બલ્લે બલ્લે' 17મી એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાન ખાન પંજાબી સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ ગીતમાં ભાઈજાનની સાથે સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ, શહનાઝ ગિલ, પલક તિવારી પણ જોવા મળે છે.
ગીતમાં સુખબીરે પોતાનો અવાજ આપ્યો
તમને જણાવી દઈએ કે 'ઓ બલ્લે બલ્લે' ગીતના કુમારે લખ્યા છે અને સંગીત સુખબીરે આપ્યું છે. અગાઉ આ ફિલ્મનું ગીત 'બિલ્લી બિલ્લી' રિલીઝ થયું હતું, જે સુખબીરે ગાયું હતું. હવે ફિલ્મનું નવું ગીત ચાહકોની વચ્ચે આવી ગયું છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
ઈદ પર રિલીઝ થશે મૂવી
જણાવી દઈએ કે અભિનેતા સલમાન ખાન ઘણીવાર ઈદના ખાસ અવસર પર પોતાની ફિલ્મો રિલીઝ કરે છે. જો કે, આ વખતે ઘણા લાંબા સમય પછી અભિનેતા તેના ચાહકોને ઈદી આપવા જઈ રહ્યો છે. છેલ્લી વખત વર્ષ 2019માં તેની ફિલ્મ ભારત ઈદના અવસર પર રિલીઝ થઈ હતી.