Kanguva New Release Date: આ વર્ષની સૌથી મોંઘી ફિલ્મ 'કંગુવા' ની રિલીઝને લઈને સસ્પેન્સ ખત્મ, આ તારીખે આવશે સિનેમાઘરોમાં

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 19 Sep 2024 01:13 PM (IST)Updated: Thu, 19 Sep 2024 01:13 PM (IST)
bollywood-kanguva-new-release-date-suriya-bobby-deol-and-disha-patanis-epic-film-arrives-this-november

Kanguva New Release Date: લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવાઈ રહી છે એ સાઉથ ફિલ્મ કંગુવા 10 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ થલાઈવા સુપરસ્ટાર રજનીકાંતની વેટ્ટેયાનને કારણે તેની રિલીઝ ડેટ પાછી ખસેડવામાં આવી હતી. હવે આ ફિલ્મ 14 નવેમ્બરે રિલીઝ થશે.

સૂર્યાએ એક ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન તેની રિલીઝ ડેટ બદલવાને લઈને જાહેરાત કરી હતી. તેમણે રજનીકાંતને તમિલ સિનેમામાં વર્ષોથી સ્મારકીય વ્યક્તિના રુપમાં સ્વીકાર કરતાં કહ્યું હતું કે બંને ફિલ્મને એકસાથે રિલીઝ કરવી આદર્શ નથી.

આ વર્ષની સૌથી મોંઘી ફિલ્મ
ઉલ્લેખનીય છે કે કંગુવા આ વર્ષની સૌથી મોટી અને મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મ લગભગ 350 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ અલગ અલગ 7 અલગ દેશોમાં કરવામાં આવી છે. આ ફિલ્મમાં કુલ 10 હજાર લોકો સાથે શૂટિંગ કરવામાં આવ્યું છે. મેકર્સ દ્વારા આ ફિલ્મ માટે સિનેમેટોગ્રાફી અને ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ માટે હોલિવૂડ એક્સપર્ટને હાયર કર્યા હતા.

દિશા પટની લીડ રોલમાં
જો કે કંગુવામાં સૂર્યાની સાથે દિશા પટની લીડ રોલમાં દેખાશે. બોબી દેઓલ વિલનના રોલમાં દેખાશે. ફિલ્મનું નિર્માણ ગ્રીન અને યુવી ક્રિએશન્સ સાથે મળીને કરવામાં આવ્યું છે. જ્યારે સાઉન્ડટ્રેક દેવી શ્રી પ્રસાદે તૈયાર કર્યો છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચુક્યું છે. જેને લઈને દર્શકો આ ફિલ્મને જોવા ઘણા ઉત્સાહિત છે.